Not Set/ કાવેરી જળવિવાદ : સુપ્રિમ કોર્ટનો નિર્ણય, તામિલનાડુને પાણીનો ઓછો જથ્થો મળશે,કર્ણાટકને વધારે

દિલ્હી, કર્ણાટક, તામિલનાડુ અને કેરાલા વચ્ચે પાણીના ચાલી રહેલાં વિવાદ અંગે સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, તામિલનાડુને કાવેરી નદીનું 404.25 થાઉસન્ડ મિલિયન ક્યુબીક(ટીએમસીટીએફ)પાણી આપવું. કર્ણાટકના બેંગ્લુરમાં પાણીની થઇ રહેલી સમસ્યા અંગે સુપ્રિમ કોર્ટે કહ્યું, હતું કે કોઇ પણ રાજ્ય નદી પર પોતાનો દાવો કરી ના શકે. સુપ્રીમ કોર્ટે તામિલનાડુને મળતા પાણીનો હિસ્સો ઘટાડીને કર્ણાટકનો પાણીનો […]

Top Stories
Supreme Court કાવેરી જળવિવાદ : સુપ્રિમ કોર્ટનો નિર્ણય, તામિલનાડુને પાણીનો ઓછો જથ્થો મળશે,કર્ણાટકને વધારે

દિલ્હી,

કર્ણાટક, તામિલનાડુ અને કેરાલા વચ્ચે પાણીના ચાલી રહેલાં વિવાદ અંગે સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, તામિલનાડુને કાવેરી નદીનું 404.25 થાઉસન્ડ મિલિયન ક્યુબીક(ટીએમસીટીએફ)પાણી આપવું. કર્ણાટકના બેંગ્લુરમાં પાણીની થઇ રહેલી સમસ્યા અંગે સુપ્રિમ કોર્ટે કહ્યું, હતું કે કોઇ પણ રાજ્ય નદી પર પોતાનો દાવો કરી ના શકે.

સુપ્રીમ કોર્ટે તામિલનાડુને મળતા પાણીનો હિસ્સો ઘટાડીને કર્ણાટકનો પાણીનો હિસ્સો વધારી દીધો છે. સુપ્રિમ કોર્ટે કર્ણાટકને 270 ટીએમસીટીએફ પાણીનો જથ્થો ફાળવી આપ્યો છે એનો મતલબ એ થયો કે કર્ણાટકને 14 ટીએમસી પાણી હવે પહેલાં કરતા વધારે મળશે.

આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલકર અને ડિવાય ચંદ્રચૂડની બેન્ચ કરી રહી છે.

2007માં કાવેરી વોટર ડિસપ્યુટ ટ્રીબ્યુનલે એવો ચુકાદો આપ્યો હતો કે તામિલનાડુને 419 ટીએમસીટીએફ જથ્થો પાણીનો મળશે.

જો કે સુપ્રિમ કોર્ટે તામિલનાડુને ભુગર્ભ જળમાંથી વધારાનો 10 ટીએમસીટીએફનો જથ્થો કાઢવાની પણ મંજુરી આપી હતી.

કાવેરી નદી જળ વિવાદ તમિલનાડુ અને કર્ણાટકની વચ્ચે છે. બંને રાજ્યોને એકબીજાને ઓછું પાણી આપવા માગે છે. અંગ્રેજોના સમયથી ચાલુ રહેલો આ વિવાદ અગાઉ મદ્રાસ પ્રેસિડન્ટ અને મૈસૂર રાજ વચ્ચે હતો. 1942માં તેમની વચ્ચે એક સમજૂતી પણ થઈ હતી પરંતુ ત્યારપછી આ વિવાદમાં કેરળ અને પોંડિચેરી પણ સામેલ થયા હતા.