Not Set/ અન્ડર ૧૯ વર્લ્ડકપ : ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે જોરદાર ટક્કર

અંડર-૧૯ વર્લ્ડકપ ૨૦૧૮ની ફાઈનલમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. ત્યારે આ ફાઈનલ મેચને લઈ ભારતીય ટીમ સજ્જ બની છે. લીગ રાઉન્ડમાં પણ ભારતે કાંગારુ ટીમને ૧૦૦ રનથી હરાવ્યુ હતું, ત્યારે ફાઈનલમાં પણ ઓસ્ટ્રેલિયા સામે ભારતને મજબુત ટીમ માનવામાં આવી રહી છે.  તેમજ બીજીબાજુ કાંગારુ પોતાને મળેલ હારનો બદલો લેવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. પરંતુ […]

Sports
cricket અન્ડર ૧૯ વર્લ્ડકપ : ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે જોરદાર ટક્કર

અંડર-૧૯ વર્લ્ડકપ ૨૦૧૮ની ફાઈનલમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. ત્યારે આ ફાઈનલ મેચને લઈ ભારતીય ટીમ સજ્જ બની છે.

લીગ રાઉન્ડમાં પણ ભારતે કાંગારુ ટીમને ૧૦૦ રનથી હરાવ્યુ હતું, ત્યારે ફાઈનલમાં પણ ઓસ્ટ્રેલિયા સામે ભારતને મજબુત ટીમ માનવામાં આવી રહી છે.  તેમજ બીજીબાજુ કાંગારુ પોતાને મળેલ હારનો બદલો લેવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.

પરંતુ ભારતના કોચ રાહુલ દ્રવિડની દેખરેખમાં તૈયાર થઈ રહેલ ભારતીય ટીમ કાંગારુઓના છક્કા છોડાવવા માટે પણ સજ્જ છે ભારતીય કેપ્ટન પૃથ્વી શો, શુભમનગીલ શાનદાર ફોર્મમાં છે. તો કમલેશ નાગરકોટી અને શિવમ માવી વિકેટો લેવામાં માસ્ટર છે.

ત્યારે આ સ્ટાર ખેલાડીઓ પર જ આવતીકાલે રમાનાર ફાઈનલમાં તમામની નજર રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને ટીમો ૩-૩ વખત આઈસીસી અંડર-૧૯ વર્લ્ડકપની ટ્રોફી પોતાના નામે કરી ચુકી છે.

ત્યારે ચોથી વખત આ ટાઈટલ જીતવા બન્ને ટીમો પોતાની તમામ તાકાત કામે લગાડશે. ઓસ્ટ્રેલિયન ટીમે વર્ષ ૧૯૮૮, ૨૦૦૨, ૨૦૧૦માં આઈસીસી અંડર-૧૯ વર્લ્ડકપ જીત્યો હતો.

જ્યારે ભારતે ૨૦૦૦, ૨૦૦૮ અને ૨૦૧૨માં આ સફળતા મેળવી હતી. ટીમ ઇન્ડિયા  આ ટૂર્નામેન્ટમાં શાનદાર લયમાં નજરે પડી રહી છે, તેમજ અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. ભારત સામે જે પણ ટીમ ટકરાઈ છે તેણે બહુ મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે ટીમ વર્લ્ડકપ ટાઈટલથી માત્ર ૧ વિજય દૂર છે.