Not Set/ ટેકનોલોજી/ Jio એ એકવાર ફરી મચાવી ધૂમ, ગ્રાહકોનાં ગુસ્સાને જલ્દી જ જાણી ગઇ

જિઓએ માર્કેટમાં 4 નવી ઓફર્સ ઉપલબ્ધ કરાવી છે, જે આ દિવસોમાં બજારમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. વિગતવાર જાણીશું આ ઓફર્સ વિશેની સંપૂર્ણ માહિતી અને તેમાં જિઓ ગ્રાહકોને શું આપવામાં આવી રહ્યુ છે. પહેલી ઓફરમાં ગ્રાહકોને 24 દિવસની વેલિડિટી સાથે 1.5 જીબી ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ ઓફરમાં, ગ્રાહકોને બધા નંબર પર વોઇસ […]

Tech & Auto
images 54 ટેકનોલોજી/ Jio એ એકવાર ફરી મચાવી ધૂમ, ગ્રાહકોનાં ગુસ્સાને જલ્દી જ જાણી ગઇ

જિઓએ માર્કેટમાં 4 નવી ઓફર્સ ઉપલબ્ધ કરાવી છે, જે આ દિવસોમાં બજારમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. વિગતવાર જાણીશું આ ઓફર્સ વિશેની સંપૂર્ણ માહિતી અને તેમાં જિઓ ગ્રાહકોને શું આપવામાં આવી રહ્યુ છે.

પહેલી ઓફરમાં ગ્રાહકોને 24 દિવસની વેલિડિટી સાથે 1.5 જીબી ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ ઓફરમાં, ગ્રાહકોને બધા નંબર પર વોઇસ કોલિંગ માટે 300 મિનિટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત, Jio to Jio ની અનલિમિટેડ કોલિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, આ ઓફરની કિંમત રૂ.149 છે.

જિઓની બીજી ઓફરમાં, ગ્રાહકોને તમામ નંબરો પર કોલ કરવા માટે 1000 મિનિટ 28 દિવસ સુધી પ્રદાન કરવામાં આવી છે, જેમાં જિઓથી જિઓ ફ્રી કોલિંગ છે. ડેટાની વાત કરીએ તો, 2 જીબી ડેટા આ ઓફરમાં દરરોજ 28 દિવસ માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. આ ઓફરની કિંમત જિઓ દ્વારા રૂ.222 રાખવામાં આવી છે.

વળી જિઓની ત્રીજી ઓફરમાં, 56 દિવસની વેલિડિટી સાથે Jio to Jio ની ફ્રી કોલિંગ, સાથે અન્ય નંબર પર કોલ કરવા માટે 1000 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. આ સિવાય આ ઓફરમાં 2 જીબી ડેટા 56 દિવસ માટે દરરોજ ઉપલબ્ધ કરવામાં આવે છે.

ચોથા ઓફર વિશે વાત કરવામાં આવે તો આ ઓફરમાં 84 દિવસની લાંબી માન્યતા ઉપલબ્ધ કરાઈ છે. આ ઉપરાંત, ગ્રાહકોને તમામ નંબરો પર 84  દિવસ માટે કોલ કરવા માટે 1000 મિનિટ અને Jio to Jio ને અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી છે. તેમજ આ ઓફરમાં દરરોજ 2 જીબી ડેટા 84 દિવસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જિઓનાં નારાજ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને, જિઓ કંપનીએ આ ઓફર રજૂ કરી છે, જે આજકાલ જિઓનાં ગ્રાહકોમાં ભારે ધૂમ મચાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.