મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ અભિનેત્રી (પાયલ ઘોષ) દ્વારા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યા બાદ ગુરુવારે વર્સોવા પોલીસે અનુરાગ કશ્યપનું નિવેદન નોંધ્યું છે. આશરે 8 કલાકની લાંબી પુછપરછ બાદ અનુરાગ પોલીસ સ્ટેશનથી બહાર નીકળ્યો હતો.
અનુરાગ સામે એફઆઇઆર દાખલ થયા બાદ પણે અનુરાગન પર ઉતરવાની ચીમકી આપી હતી અને તાજેતરામાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીની કેન્દ્રીય લીલી હતી.અંતે વર્સોવા પોલીસે અનુરાગને તપાસ માટે સમન્ય મોકલતા તે આજે વર્સાવા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો.
તેમની ઉપર લગાવેલા જાતીય શોષણના આરોપો પર, અનુરાગ કશ્યપે વર્સોવા પોલીસના તપાસ અધિકારીને કહ્યું કે દસ્તાવેજોમાં પુરાવા પૂરા પાડવામાં આવ્યા છે જે મુજબ તે એક ફિલ્મના સંદર્ભમાં ઓગસ્ટ 2013 માં શ્રીલંકામાં હતો. અનુરાગે જણાવ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2013 માં તે કામના સંબંધમાં શ્રીલંકા, માયનમારમાં હતો. અનુરાગે પોલીસને તેમની મુલાકાતના તમામ પુરાવા પૂરા પાડવાનું કહેવામાં આવ્યું છે, જેમાં હવાઈ ટિકિટ ઇમિગ્રેશનનો દસ્તાવેજ છે.
અનુરાગ કશ્યપે જે સ્થળે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે તે સ્થળનો સંપૂર્ણ ઇનકાર કર્યો છે. અનુરાગ કશ્યપે તેમના નિવેદનોના સમર્થનમાં દસ્તાવેજો પ્રદાન કર્યા છે જે ફરિયાદીના આરોપોને નકારી કાઢ્યો છે.
અભિનેત્રીએ કશ્યપ સામે 11 સપ્ટેમ્બરના રોજ તેના વકિલ સાતપુતેે સાથે મળી ફરિયાદ નોંધાવી હતી. અભિનેત્રીએ એનો કથિત આરોપ કર્યો છે કે ઓગસ્ટ 2013 મા અનુરાગ કશ્યપે તેને ફિલ્મોમાં કામ આપવાને બહાને તેના યારી રોડનો નિવાસસ્થાને બોલાવી હતી ત્યારબાદ તેણે તેની સાથે જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. પોલીસ આ સંદર્ભે આઇપીસીની કલમ 371 (આઇ) (બળાત્કાર) 354 (જોર આજમાવી વિનયભંગ કરવા) 341 અને 342 (ગોંધી રાખવુ) હેઠળે ગુનો દાખલ કર્યો હતો.
આ પહેલા કશ્યપેે એક નિવેદન બહાર પાડી અભિનેત્રીના આરોપો પાયાવિહાણા અને ખોટો હોવાની સ્પષ્ટતા કરી હતી. આ આરોપ બાદ બોલીવૂડની ઘણી અભિનેત્રીઓ અનુરાગના સમર્થનમાં બહાર આવી હતી.
દરમિયાન આજે પણ તેની સાથએ કામ કરનાર એક યુવતી તેના સમર્થનમાં પહોંચી ગઇ હતી અને અનુરાગ કશ્યપ સામેના તમામ આરોપ ખોટા હોવાનો અભિપ્રાય વ્યકત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.