Not Set/ અભિનેતાઓએ એવું વર્તન બંધ કરવું જોઈએ જેમ કે તે માત્ર તેમની જ ફિલ્મ છે: વરુણ

અભિનેતા વરુણ ધવનએ કહ્યું છે કે અભિનેતાઓએ એવું વર્તન બંધ કરવું જોઈએ જેમ કે તે માત્ર તેમની જ ફિલ્મ છે. જેમાં આગળ વરુણે ઉમેર્યું હતું કે અભિનેતા પર તમામ દબાણ મુકવા એ પણ ખોટું છે. વરુને કહ્યું હતી કે “હું કરું છું, હું કરી લઈશ, મારી ફિલ્મ છે જેવા વર્તનને અભનેતાઓએ બંધ કરવું જોઈએ”. તેણે […]

Entertainment
news02.11.17 2 અભિનેતાઓએ એવું વર્તન બંધ કરવું જોઈએ જેમ કે તે માત્ર તેમની જ ફિલ્મ છે: વરુણ

અભિનેતા વરુણ ધવનએ કહ્યું છે કે અભિનેતાઓએ એવું વર્તન બંધ કરવું જોઈએ જેમ કે તે માત્ર તેમની જ ફિલ્મ છે. જેમાં આગળ વરુણે ઉમેર્યું હતું કે અભિનેતા પર તમામ દબાણ મુકવા એ પણ ખોટું છે. વરુને કહ્યું હતી કે “હું કરું છું, હું કરી લઈશ, મારી ફિલ્મ છે જેવા વર્તનને અભનેતાઓએ બંધ કરવું જોઈએ”. તેણે વધુમાં કહ્યું હતું કે, “મને લાગે છે કે અમે અમારા ડિરેક્ટર્સને ઓછો ક્રેડિટ આપીએ છીએ.”

જો વર્તમાન પેઢીમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જે પોતાની સફળતા હાંસલ કરવાની નજીક આવી રહ્યો છે તો તેમાં વરુણ ધવનનું નામ આવશે જેણે અત્યાર સુધીમાં તેના 5 વર્ષના કારકિર્દી દરમિયાન 9 બેક-ટુ-બેક હિટ ફિલ્મો આપી છે. પોડકાસ્ટ સાથેની એક મુલાકાતમાં જ્યારે વરુણને પૂછવામાં આવ્યું કે આજના સ્ટાર ખાન્સની જેમ પ્રખ્યાત થશે કે નહીં જેમાં વરુણે જવાબ આપ્યો, “તે પ્રેક્ષકો પર છે, પ્રેક્ષકો પાસે નિર્ધારિત શક્તિ છે. જો તમે જુદી જુદી ફિલ્મો જોવા માગો છો પ્રેક્ષકો ફિલ્મ ઇન્ડસટ્રીનો ભાગ છે. તેને લાગે છે કે તેની દરેક સમસ્યા અથવા બધા પરિવર્તન નો ઉકેલ પ્રેક્ષકોની અંદર છે. અને પ્રેક્ષકો કહેશે ‘અમને સારી ફિલ્મો બતાવો, અમે ચલાવશું’ જે હું માનું છું કે તે સાચું કહે છે જેમાં પ્રેક્ષકોએ અને સમાજને તેને સ્વીકારવાનું છે. “