અમદાવદઃ જે ગુજરાતમાં અડધી રાતે પણ મહિલા છુટથી ફરી શકવાનું ગૌરવ લેવામાં આવતું હતું. તે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઇ છે. રાજ્યના વિવિધ જિલ્લામાં બળાત્કારની કેસ છાસવારે સામે આવે છે. નલિયા દુષ્કર્મકાંથી ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નહી હોવાનું ચિત્ર સ્પષ્ટ થાયું છે. ત્યારે અમદાવાદમાં પણ 16 વર્ષની સગીરા પર સામૂહીક બળાત્કાર થયો છે.
અમદાવાદના પીપલેજ ગામે ત્રણ શખ્સોએ મોઢુ દવાવીને અપહરણ કરી ને લઇ ગયા હતા. જ્યાં તેની મરજી વિરુદ્ધ તેના પર બળાત્કાર ગુજરાર્યો હતો. આ ત્રણેય શખ્સો પીપલેજ ગામના રહેવાશી હતા. વટવા પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે. સગીરાને મેડીકલ તપાસ માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.