અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં આવેલી નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીને બેંગ્લુરુમાં પ્રોફેસરે માથે મસાજ કરી આપવાનું કહીને યુવતી સાથે છેડતી કરી હતી. જેથી વિદ્યાર્થિનીઓએ આ પ્રેફેસરને સસ્પેન્ડ કરવાની માગને લઇને છેલ્લા ચાર દિવસથી હડતાળ પર ઉતરી ગઇ હતી. જે મામલે એક કમિટિ બનાવીને એક રિપોર્ટ સરકારને આપવામાં આવ્યો હતો. જેના આધારે આ લપંડ પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
પ્રોફેસર રાજેન્દ્ર મેકવાનને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર વિરુધ શાહિબાગ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ પણ નોધાવી હતી. જેમા જણાવ્યું હતુ કે, પ્રોફેસર તેમની પાસે વોટ્સએપ પર બિભત્સ માંગણી કરતો હતો.
પ્રોફેસર મેકવાન બેંગ્લુરુમાં યોજાયેલી કૉન્ફરન્સમાં 5 વિદ્યાર્થિનીને લઇને ગયો હતો. જ્યાં તે વિદ્યાર્થિની કહતો હતો કે, તમે મારી રૂમમાં આવી જાવ હું તેલથી માલિશ કરી આપું. આમ એક વિદ્યાર્થિની પાસે માથામાં તેલ નખાવ્યું હતું.
વિદ્યાર્થિનીઓ જણાવ્યું હતુ કે, પ્રોફેસર ગમે તેમ કરીને અમને તેમાના રૂમમાં બોલાવતો હતો અને અમારી રૂમમાં આવી જતો હતો.