ગુજરાતમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વાયસરની ચપતેમાં ઘણા પોલીસકર્મીઓ પણ આવી રહ્યા છે. આવામાં અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું સારવાર બાદ કોરોનાથી મોત નીપજ્યું છે. ભરતજી સોમાજી નામના હેડ કોન્સ્ટેબલ 5 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. જે બાદ સારવાર દરમિયાન કોરોનાથી તેમનું મોત નીપજ્યું છે.
આપને જણાવી દઈએ કે આ અગાઉ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સાથે કામ કરતા PI ગામીત સહિત તમામ સહ કમર્ચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. PSI સાથે કામ કરતા અને સંપર્કમાં આવેલા 12 પોલીસ કર્મીની મેડિકલ તપાસણી બાદ તમામને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા હોવની જાણકારી સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.