દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ સંક્રમિત શહેરો માના એક અમદાવાદમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસની ચપેટમાં સામાન્ય લોકોની સાથે પોલીસકર્મીઓ પણ આવી રહ્યા છે, ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં એક સાથે 8 કર્મચારીઓનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે, જેને લઈને તંત્રમાં હડકંપ મચ્યો છે.
કમિશનર કચેરીના એક જ શિફ્ટમાં ફરજ બજાવતા 8 કર્મચારીઓના એકી સાથે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ હવે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, અમદાવાદમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે અને અત્યારસુધીમાં કોરોનાના કેસોની સંખ્યા 9700ને ઉપર પહોંચી છે, જયારે મૃત્યુ આંક ૬૪૫એ પહોંચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.