ICMR દ્વારા કોરોના પોઝિટીવ કેસ માટે આંતરરાષ્ટ્રીય ધોરણો અને સંશોધનોના આધારે ડિસ્ચાર્જ પોલિસી જાહેરકરવામાં આવી છે. તે અનુસાર આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી અંદાજે 100થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે. હોસ્પિટલેથી રજા મેળવનારા વ્યક્તિઓ ને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવ્યો નથી, તેઓ એસિમ્ટોમેટિક હતા અને છેલ્લા ૧૦ થી વધુ દિવસથી અહીં દાખલ હતા. જરૂરિયાત મુજબ તમામ વ્યક્તિઓને હોમ આઇસોલેશન, સમરસ હોસ્ટલ વિગેરે જગ્યાએ જવા માટે રજીસ્ટ્રેશન હાથ ધરાયુ છે.
હોસ્પિટલેથી રજા મેળવનારા તમામ વ્યક્તિઓ ખુશખુશાલ છે તેઓને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. નોધનીય છે કે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગર સચિવ જયંતી રવિના જણાવ્યા અનુસાર કોરોના પોઝિટિવ કેસો ના ડીસ્ચાર્જ સંદર્ભે કેન્દ્ર સરકારે નવી પોલિસી જાહેર કરી છે તેમાં નેશનલ ટાસ્કફોર્સ દ્વારા કેન્દ્ર સરકારના જાહેર આરોગ્યના તજજ્ઞો મેડિસિનના તજજ્ઞો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા થયેલ સંશોધનો ના આધારે આ પોલીસીમાં ફેરફારો કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.