Not Set/ અમરનાથ યાત્રાળુઓ પર હુમલા પાછળ લશ્કરે-હિઝબુલ નો હાથ, પાકિસ્તાની આતંકવાદી ઈસ્માઈલ માસ્ટરમાઈન્ડ

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર સોમવાર રાત્રે થયેલા આતંકી હુમલા પાછળ લશ્કરે-હિઝબુલ નો માસ્ટરમાઈન્ડ પાકિસ્તાની આતંકવાદી ‘ઈસ્માઈલભાઈ’ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલામાં સાત યાત્રાળુનું મુત્યુ થયું છે જ્યારે 19 થી વધુ ઘાયલ થયેલ છે. IB સૂત્રોના જણાવ્યાં મુજબ લશ્કર-એ -તેયબા અને હિઝબુલ મુજાહિદીન બન્ને આતંકવાદી સંગઠને આ હુમલાને અંજામ આપ્યો હતો. હિઝબુલ […]

Uncategorized

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર સોમવાર રાત્રે થયેલા આતંકી હુમલા પાછળ લશ્કરે-હિઝબુલ નો માસ્ટરમાઈન્ડ પાકિસ્તાની આતંકવાદી ‘ઈસ્માઈલભાઈ’ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલામાં સાત યાત્રાળુનું મુત્યુ થયું છે જ્યારે 19 થી વધુ ઘાયલ થયેલ છે.

IB સૂત્રોના જણાવ્યાં મુજબ લશ્કર-એ -તેયબા અને હિઝબુલ મુજાહિદીન બન્ને આતંકવાદી સંગઠને આ હુમલાને અંજામ આપ્યો હતો. હિઝબુલ આતંકી ઈસ્માઈલ તથા અન્ય 3 આતંકીઓ સાથે મળીને અમરનાથ યાત્રીઓની ગુજરાતથી આવેલી બસ પર એટેક કર્યો. સૂત્રોના જણાવ્યાં મુજબ આતંકીઓ ના ઈરાદા ખુબ જ ખતરનાક હતાં.

સૂત્રોના જણાવ્યાં મુજબ આતંકવાદીઓને સપોર્ટ સ્થાનિક હિજબુલ કેડર દ્વારા આપવામાં આવેલ છે. આતંકીઓએ પહેલા ડ્રાઈવર પર હુમલો કર્યો જેથી કરીને તેને મારીને તેઓ બસમાં ચડી શકે અને અંદર બેઠેલા તમામ યાત્રીઓને ઠાર કરી શકે. પરંતુ ડ્રાઈવરે ખુબ જ હિંમત દાખવી અને બસની ઝડપ વધારી હાંકી મારી. જેના કારણે આતંકીઓના મનસૂબા પર પાણી ફરી વળ્યું. હાલ ઈસ્માઈલની તસવીર પણ હવે સામે આવી ચૂકી છે. પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓએ ઈસ્માઈલને પકડવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે