બોલિવૂડના જાણીતા પિતા-પુત્રની જોડી અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન આ દિવસોમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ દિવસોમાં બંનેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હવે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો બીજો કોરોના ટેસ્ટ રિપોર્ટ બહાર આવ્યો છે. આ રીપોર્ટમાં અભિષેક અને અમિતાભ ફરી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પૂર્વે અમિતાભ બચ્ચન અંગે નાણાવટી હોસ્પિટલના અધિકારીઓને સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં બિગ બીની તબિયત સુધરતી હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવતું હતું કે અમિતાભ બચ્ચનની તબિયત પહેલા કરતા સારી છે અને તેમની તબિયતમાં જલ્દી સુધારો થવાની અપેક્ષા છે. જોકે, અમિતાભ બચ્ચન જ નહીં, અભિષેક બચ્ચનનો પણ બીજા કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટીવ જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક-ઐશ્વર્યાની આઠ વર્ષની પુત્રી આરાધ્યા બચ્ચનના રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યા છે.
આપને જણાવી દઈએ કે અમિતાભ અને અભિષેક બંનેએ ટ્વીટ દ્વારા તેમના કોરોના પોઝિટિવ વિશે માહિતી આપી હતી. પહેલા અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે, મને કોરોના થયો છે અને મને હાલ હોસ્પિટલ દાખલા કરવામાં આવ્યો છે. મારા કુટુંબ અને સ્ટાફનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેઓના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. છેલ્લા 10 દિવસમાં જે લોકો મને મળ્યા છે તેઓ તેમના ટેસ્ટ કરવા વિનંતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.