આણંદઃ આણંદની અમૂલ ડેરીમાં ચેરમેન ને વાઇસ ચેરમેનની બુધાવાર બપોરે ચૂંટણી યોજાઇ હતી. જેમા ચેરમેન તરીકે ઠાસરના ધારાસભ્ય રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન તરીકે બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિહ પરમાર ચૂંટાઇ આવ્યા હતા. આમ અમૂલ પર ફરી કૉંગ્રેસનો દબદબો યથાવત રહ્યો હતો.
અમૂલ ડેરી પર કૉંગ્રેસનું પ્રભૂત્વ પહેલાથી જ છે. જેમા 12 માથી 9 બેઠક કૉંગ્રેસ પાસે છે. જેને લઇને કૉંગ્રેસનું પલ્લુ ભારે છે.
અમૂલ ડેરની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાઇ છે. જેમા રામસિંહ પરમારની આજે ફરીવાર પુનઃનિયુક્તી થઇ હતી. બુધવાર બપોરે ચૂંટંણી અધિકારીઓની હાજરીમાં ચૂંટણી યોજાઇ હતી જેમા કૉંગ્રેસની ફરીવાર જીત થઈ હતી.