Not Set/ અમેરિકામાં સર્જાયેલ શટડાઉનની સમસ્યાનું શટર હવે ખુલશે, વાંચો કઈ રીતે

અમેરિકા અમેરિકામાં આર્થિક સંકટે સમગ્રે દેશની અર્થવ્યવસ્થાને હચમચાવી નાખી છે. અમેરિકન સેનેટ દ્વારા આ સંબધીત બીલ ફગાવી દીધા બાદ પાંચ વર્ષમાં પ્રથમ વખત અમેરિકન સરકારનુ કામકાજ ઠપ થઈ ગયુ છે. અમેરિકામાં છેલ્લા ૩ દિવસથી ઠપ થઈ ગયેલ સરકારી કામકાજ ફરી શરુ થઈ શકશે. અમેરિકન કોંગ્રેસમાં વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્‌સે આવ્રજન પર ચર્ચા કરવા રીપબ્લીકન પાર્ટી સાથે સમજુતિ […]

Top Stories
અમેરિકામાં સર્જાયેલ શટડાઉનની સમસ્યાનું શટર હવે ખુલશે, વાંચો કઈ રીતે

અમેરિકા

અમેરિકામાં આર્થિક સંકટે સમગ્રે દેશની અર્થવ્યવસ્થાને હચમચાવી નાખી છે. અમેરિકન સેનેટ દ્વારા આ સંબધીત બીલ ફગાવી દીધા બાદ પાંચ વર્ષમાં પ્રથમ વખત અમેરિકન સરકારનુ કામકાજ ઠપ થઈ ગયુ છે.

અમેરિકામાં છેલ્લા ૩ દિવસથી ઠપ થઈ ગયેલ સરકારી કામકાજ ફરી શરુ થઈ શકશે. અમેરિકન કોંગ્રેસમાં વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્‌સે આવ્રજન પર ચર્ચા કરવા રીપબ્લીકન પાર્ટી સાથે સમજુતિ કરી લીધી છે. આ સમજુતિ અમેરિકામાં સર્જાયેલ શટડાઉનની સમસ્યાના ઉકેલ માટે કરવામાં આવી છે.

રીપબ્લીકન અને ડેમોક્રેટના એક ફંડ ઉપલબ્ધ કરાવવાના અસ્થાયી બિલને મંજુરી આપતા સરકારની સમસ્યા ઉકેલાઈ છે. આ બિલના પક્ષમાં ૮૧ લોકોએ વોટિંગ કર્યુ હતું. જ્યારે તેના વિરુદ્ધમાં ૧૮ લોકોએ વોટિંગ કર્યુ હતું. સેનેટ એન્ડ હાઉસ ઓફ રીપ્રેઝેન્ટીવે સાંસદમાં બે સપ્તાહ પહેલા સરકારના ખર્ચ અંગેના બિલને ફગાવી દીધુ હતું.

આ જરુરી બિલને કાયદાનુ સ્વરુપ આપવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તમામ પ્રયત્ન કરી રહ્યા છે, જેથી સરકારનુ અટવાઈ પડેલ કામ ફરી શરુ કરી શકાય. છેલ્લા ૩ દાયકામાં અમેરિકામાં ચોથી વખત શટડાઉનની સ્થિતિ ઉભી થઈ હતી. આ પહેલા ૧૯૯૦, ૧૯૯૫ અને ૨૦૧૩માં પણ આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ હતી.

તે પહેલા ૧૯૮૦, ૧૯૮૧, ૧૯૮૪ અને ૧૯૮૬માં પણ શટડાઉનની સ્થિતિ સર્જાઈ હતી. શટડાઉનના કારણે લગભગ ૭ લાખ કર્મચારીઓ કામ પર આવતા ન હતા. આ સંખ્યા અમેરિકન સરકારના કુલ કર્મચારીના ૪૦ ટકા જેટલી થાય છે. શટડાઉનના કારણે પાસપોર્ટ ઓફિસ, સ્વાસ્થ્ય વિભાગ, આવકવેરા વિભાગ વગેરે બંધ રહ્યા હતા.