ચક્રવાત અમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશાનાં દરિયાકાંઠે હવે સુપર સાઇક્લોનનું સ્વરૂપ લીધું છે. તે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી દ્વારા બંગાળ અને ઓડિશાનાં કાંઠે પહોંચ્યું છે અને ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાનનું સ્વરૂપ લીધું છે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી જારી કરી છે, આ વાવાઝોડાને કારણે આજે ભારે વિનાશ થઈ શકે છે, જેના કારણે એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે.
19 National Disaster Response Force (NDRF) teams have been deployed in West Bengal- 6 teams in South-24 Parganas, 4 teams each in East Midnapore & Kolkata, 3 teams in North-24 Parganas, 1 team each in Hooghly & Howrah: Nishit Upadhyay, NDRF 2nd Battalion Commandant #CycloneAmphan pic.twitter.com/7BMgsmR4aG
— ANI (@ANI) May 20, 2020
તોફાનને કારણે ભારે વિનાશની સંભાવના છે, બંગાળ અને ઓડિશાનાં ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદ શરૂ થયો છે. દરમિયાન, અસમ સરકારે પણ અમ્ફાનનાં તોફાનને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કર્યું છે. વળી પશ્ચિમ બંગાળ અને ઓડિશાનાં વિસ્તારોમાં લાખો લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશા હાઇ એલર્ટ પર છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં એવું કહેવામાં આવ્યું છે કે ઓડિશાનાં પારાદીપથી લગભગ 520 કિલોમીટર દક્ષિણમાં પશ્ચિમ બંગાળનાં દિઘા અને દક્ષિણ-પશ્ચિમ તોફાનનું કેન્દ્ર હશે.
#WATCH: Rainfall and strong winds hit Bhadrak in Odisha. #CycloneAmphan is expected to make landfall today. pic.twitter.com/X8xF9aZ6cf
— ANI (@ANI) May 19, 2020
ઓડિશાનાં પારાદીપમાં 210 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. ભદ્રકમાં આજે ભારે વરસાદ અને વાવાઝોડાએ એન્ટ્રી કરી, એવું માનવામાં આવે છે કે આજે મુશળધાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે સવારે લગભગ 11.0 મીમી વરસાદ થયો છે, જે 144.1 મીમી સુધી પહોંચી શકે છે. બીજી તરફ, અમ્ફાનનાં તોફાનને લઈને વહીવટી તંત્ર દ્વારા કડક તૈયારીઓ કરવામાં આવી છે. એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.