આખરે ગુજરાતની ભાગોળે આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે, સંઘપ્રદેશ દમણમાં કોરોનાએ આજે એન્ટ્રી મારી લીધી હતી. લાંબા લોકડાઉન અને અનલોક – 1.0 ની સાથે જનજીવન પૂર્વવર્ત થતા હવે લોકોની અવર- જવર વધી જતા, આજે સંઘપ્રદેશ દમણની એક ખાનગી કંપનીના સુપર વાઇઝરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દમણ પ્રશાસન અને આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.
પોઝિટિવ આવેલાખાનગી કંપનીના સુપર વાઇઝરના ઘર અને કામની જગ્યા પર કેટલા લોકો તેની સાથે સંપર્કમાં હતા. તેમની આરોગ્ય વિભાગ દ્રારા જીણવટભરી તપાસ કરી તે તમામ જગ્યાઓને સેનિટાઇઝ કરી દેવામાં આવેલ છે અને અન્ય લોકોના ટેસ્ટ રિપોર્ટ માટે સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. રહી રહીને દમણમાં કોરોનાની એન્ટ્રી થતા લોકોમા પણ ભારે ફફડાટ જોવામાં આવી રહ્યો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….