સોમવારથી મુંબઈ- ગોવા રુટ પર અદ્યતન સુવિધાવાળા વિસ્ટાડોમ કોચવાળી ટ્રેનનો પ્રવાસ શરુ થશે. આ ટ્રેનના કોચને કાચની છત, ફરતી ખુરશી અને હેંગિગ એલસીડીથી સજ્જ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ રેલ્વે દ્વારા આ કોચ દાદર-મડગાંવ જન શતાબ્દી એક્સપ્રેસમાં લાગુ કરાશે.
આ સંપૂર્ણ કોચને 3.38 કરોડ રૂ.ના ખર્ચે બનાવવામાં આવ્યો છે જેમાં ખુરશીઓ ઘૂમી શકે એવી છે જેથી પ્રવાસી ચારેબાજુનું દ્રશ્ય સરળતાથી જોઈ શકે છે. આ કોચમાં 40 જેટલી સીટ છે.