વડા પ્રધાન મત્સ્ય સંપદા યોજનાને લોન્ચ કરી ત્યારથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્ર અને પશુપાલનથી જોડાયેલા ક્ષેત્રો માટે 294.53 કરોડનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ સાથે પીએમએ 9 હાઇવેની પણ જાહેરાત કરી, આ સિવાય પીએમ મોદીએ ઘર સુધી ફાઇબર યોજના શરૂ કરી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ યોજનાઓ શરૂ કરતી વખતે વડા પ્રધાને કહ્યું કે, આજે ભારત પોતાના ગામને આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. તે ગૌરવની ક્ષણ છે કે તેની શરૂઆત બિહારથી થઈ રહી છે.
પીએમએ કહ્યું કે, જે દેશોએ તેમના માળખાગત સુવિધાને મજબૂત બનાવવાનું કામ કર્યું છે, ત્યાં વિકાસની ગતિ ખૂબ જ ઝડપી છે. ફક્ત અટલ બિહારી વાજપેયીની સરકાર તેના મહત્વને સમજી હતી અને દેશનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે કામ કર્યુ હતુ. જણાવી દઇએ કે, આજે પીએમ દ્વારા શરૂ કરાયેલા હાઇવે પ્રોજેક્ટ્સની કુલ લંબાઈ 350 કિલોમીટર છે અને તેની કુલ કિંમત 14,258 કરોડ રૂપિયા હશે. ઘર સુધી ફાઇબર યોજના 45,945 બિહારનાં ગામોને ઓપ્ટિકલ ફાઇબર ઇન્ટરનેટથી જોડશે.
આ સમયગાળા દરમિયાન બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી પણ હાજર હતા. બંને નેતાઓએ આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. રાજ્યનાં વિકાસ માટે મોદી સરકારે લીધેલા પગલાઓની પ્રશંસા કરતાં નીતીશ કુમારે રાજ્યસભામાં વિપક્ષની વર્તણૂકની ટીકા કરી હતી. નીતીશ કુમારે કહ્યું કે તે ખૂબ નિંદાકારક છે, પોતાની વાત રાખવાની એક રીત હોય છે. સંસદમાં પસાર થયેલા કૃષિ બિલ ખેડૂતોનાં પક્ષમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.