આજે ભારત – શ્રીલંકા વચ્ચે એક માત્ર ટી -૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. શ્રીલંકા સામે રમાયેલી ટેસ્ટ અને વન – ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યાં બાદ ભારતીય ટીમ આ મેચ જીતીને ૯-૦ સાથે શ્રીલંકાનો પ્રવાસ પૂર્ણ કરવાના ઈરાદાથી મેદાને ઉતરશે જયારે સતત હાર અને પરિવર્તનમાંથી પસાર થઇ રહેલી શ્રીલંકન ટીમનો એક માત્ર લક્ષ્યાંક સિરીઝમાં પહેલો વિજય મેળવવાનો રહેશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર ટી-20 મેચ બુધવાર સાંજે 7 કલાકથી રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી ૧૦ ટી-20 મેચ રમાઇ છે, જેમાં ભારતનો ૬ મેચમાં વિજય થયો છે જ્યારે ૪ મેચ શ્રીલંકા જીત્યુ છે.