નવી દિલ્હીઃ આગામી વર્ષે પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પંજાબમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાલમાં રાજકીય ગરમાયો વધી ગયો છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખુલાસો કરતા જણાવ્યુ હતું કે, આમ આદમી પાર્ટીએ ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોતસિંહ સિદ્ધુને નાયબ મુખ્યમંત્રી બનવાની ઓફર કરી હતી પરંતુ સિદ્ધુએ તેને ફગાવી દીધી હતી.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સિદ્ધુ આપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી હતી. કેજરીવાલે પોતે જ સિદ્ધુનું આપમાં જોડાવા પર વાતચીત ચાલી રહી હોવાનો ખુલાસો કર્યો હતો. તાજેતરમાં જ સિદ્ધુની પત્ની નવજોત કૌર બીજેપીમાંથી રાજીનામું આપીને કોગ્રેસમાં જોડાઇ ગઇ છે.