પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં વિદ્રોહી સૈનિકોએ મંગળવારે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બાઉબકર કીતાને બંદી બનાવી લીધા છે. સુત્રોએ આ માહિતી આપી છે. દિવસની શરૂઆતમાં, સૈનિકોએ રાજધાની બામકોથી 15 કિલોમીટર દૂર કાતી સૈન્ય મથક પર સરકાર વિરુદ્ધ બળવો કર્યો હતો.
વિદ્રોહીઓએ ઘણા વરિષ્ઠ સૈન્ય અને વહીવટી અધિકારીઓને નજરકેદ પણ કર્યા છે. જો કે વડા પ્રધાન બૌબે સીસે વિદ્રોહીને શસ્ત્ર નીચે મૂકવાની અને વાટાઘાટો કરવાની વિનંતી કરી હતી. સમાચાર એજન્સી એએફપીએ વિદ્રોહનાં નેતા તરીકે ઓળખાતા સ્ત્રોતને ટાંકતા કહ્યું છે કે, માલીનાં સૈનિકોએ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બાઉબકર કીતા અને વડા પ્રધાન બાઉબો સીસેની અટકાયત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, બંને નેતાઓને રાજધાની બામાકોમાં કીતાનાં નિવાસસ્થાન પર અટકાયતમાં લેવામાં આવ્યા છે. જોકે તેમના દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી.
આ પણ વાંચો- દિલ્હી મેટ્રોનાં કર્મચારીઓ પર કોરોના વાયરસનો માર, સેલેરીમાં મોટો ઘટાડો
દરમિયાન, રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બાઉબકર કીતા સામે વિરોધ દર્શાવવા માટે મોટી સંખ્યામાં લોકો રાજધાની બમાકોનાં ચોકમાં એકઠા થયા હતા. વળી ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ વિદ્રોહીઓને હિંસા છોડી દેવાની અપીલ કરી છે. વિદેશી દૂતાવાસોએ તેમના લોકોને મકાનની અંદર રહેવાની સલાહ આપી છે. આપને જણાવી દઈએ કે, જૂન મહિનાથી રાષ્ટ્રપતિ કીતા સામે ભ્રષ્ટાચાર અને નબળી સુરક્ષા વ્યવસ્થાનાં આરોપો પર દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તેના રાજીનામાંની માંગ કરવામાં આવી રહી છે. યુ.એસ., ફ્રાન્સ અને પશ્ચિમ આફ્રિકન દેશોએ લશ્કરી વિદ્રોહની નિંદા કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, 2012 માં કાતી સૈન્ય મથક પર વિદ્રોહ શરૂ થયો હતો. ત્યારબાદ વિદ્રોહી સૈનિકોએ તત્કાલીન રાષ્ટ્રપતિ અમડોઉ તૌમાની ટૌરેનો તખ્તો પલટાવી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.