એક તરફ છેલ્લા 66 દિવસથી કોરોના સામેની લડત અને કોરોનાનાં કહેરને રોકવા માટે દેશ મથી રહ્યો છે. લોકો પારાવાર મુશ્કેલીઓ સાથે પણ લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. લાખો લોકો પોતાની જાનની પરવાહ કર્યા વિના કોરોના સામે દિવસ-રાત લડી રહ્યા છે, ત્યારે વલસાડમાં તંત્રને આ બાબતોથી જાણે કોઇ લેવા દેવા ન હોય તેવું વર્તન કરાતું હોવાનું વિદિત થાય છે.
જી હા, કોરોના સામેની લડાઇ મામલે વલસાડ આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે. વલસાડમાં એક વૃધ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તો આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાને વધુ ફેલાવવાની પરવાનગી આપવામાં આવી રહી હોય તેવી રીતે વૃદ્ધાને કોઇ પણ જાતની તકેદારી વગર હોસ્પિટલમાં ખસેડાયા.
ઉલ્લેખનીય છે કે, આ વૃદ્ધા કોરોના દર્દીના સંપર્કમાં આવેલા હતા. વૃદ્ધા સાથે કોઇ પણ નિમોક્ત પ્રેસિજર ફોલો કરવામાં તો નથી જ આવી, પરંતુ હોસ્પિટલના સ્ટાફને પણ બેજવાબદારી બદલ કોરોન્ટાઇન કરવામાં નથી આવ્યો. શું આ હોસ્પિટલ સ્ટાફ કોરોના ન ફેલાવી શકે??
વિદિત છે કે, હાલ ગુજરાતમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પણ મોટી સંખ્યામાં કોરોનાનાં કહેરનો શિકાર બની રહ્યો છે અને એક રીતે કહેવામાં આવે તો મેડિકલ સ્ટાફ કોરોના સુપરસ્પ્રેડરની કક્ષાએ પહોંચી ગયો હોવાની આશંકા છે. ત્યારે શું આવા જ કારણો હોઇ શકે છે?? આ કક્ષાએ પહોંચવાનાં. સ્ટાફને કોરોન્ટાઇન ન કરાતાં બેદરકારી સામે આવી રહી છે, તે ખરું પરંતુ કોરોના સંક્રમણ ફેલાય તે વિદિત છે, ત્યારે જો આના કારણે સંક્રમણ ફેલાઇ તો જવાબદાર કોણ ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….