Lifestyle/ આ 4 લીલા શાકભાજી કરશે નેચરલ ફિલ્ટરનું કામ, લોહીમાં રહેલા ટૉક્સિન્સને પણ સાફ કરશે- આયુર્વેદિક ડૉક્ટર

આયુર્વેદિક તબીબ અને વૈદિક વિજ્ઞાનના તજજ્ઞે જણાવ્યાનુસાર, મોટાભાગે લોહીમાં ટૉક્સિન્સ અર્થાત્ ઝેરીલાં તત્વો જમા થઇ જાય છે અને એ શરીરના મહત્વપૂર્ણ અંગો

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle

Lifestyle: લોહી એ આપણા શરીર માટે અત્યંત પાયાનું અને મહત્વપૂર્ણ ઘટક છે. જો શરીરમાં લોહીની ઉણપ સર્જાય તો થાક, કમજોરી, ત્વચાનો રંગ પીળો પડી જવો, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે લક્ષણો દેખાવા લાગે છે. આવું જો લાંબા સમય સુધી ચાલ્યા કરે તો, લોહીની કમી ધીમે-ધીમે, એનિમિયા જેવી ગંભીર જીવલેણ બીમારીમાં પરિવર્તિત થઇ શકે છે. જો કે, માત્ર લોહીની ઉણપને કારણે આવુ નથી થતુ હોતુ. પરંતુ એમાં ટૉક્સિન્સ અર્થાત્ ઝેરીલા તત્વો જમા થઇ જાય છે અને એ શરીરના મહત્વપૂર્ણ અંગો સુધી પહોંચીને ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. આવા સંજોગોમાં, લોહીની શુદ્ધિ અતિ આવશ્યક છે.

તબીબના જણાવ્યાનુસાર, આયુર્વેદમાં એવી કેટલીક શાકભાજીનો ઉલ્લેખ મળે છે જે રક્તશુદ્ધિમાં સહાયક થાય છે પરંતુ, આજકાલ લોકો મોટાભાગે પનીર કે બટાટાનું શાક ખાવાનું પસંદ કરે છે. દરેક બજારમાં ફક્ત બટાટા જ એકમાત્ર વિકલ્પ ઉપલબ્ધ હોય છે અને એ આપણા શરીરને આવશ્યક પોષણના સંતુલનને પણ ખરાબ કરી શકે છે. જ્યારે, લીલા શાકભાજીના સેવનથી શરીરની સાથે-સાથે સ્વાસ્થ્યને પણ ઘણા લાભ મળે છે.

લીલા શાકભાજી વિટામિન, એન્ટિ-ઑક્સિડન્ટ્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. લોહીની શુદ્ધિ કરવા માટે આ બધી શાકભાજીને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવી જરુરી છે. ખાસ કરીને, ચોળી એક એવુ શાક છે જે રક્તશુદ્ધિ અર્થાત્ હાનિકારક વિષાર્ધ પદાર્થોને શરીરમાથી બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત પાલખ, મેથી અને સરગવાની સિંગ પણ અત્યંત ફાયદાકારક હોય છે. આ શાકભાજીને શાક, સૂપ, પરોઠા અથવા સલાડના સ્વરુપમાં ખાઇ શકાય છે.

એનિમિયાનો પ્રાકૃતિક ઉપચાર

આયુર્વેદિક તબીબે આપેલી માહિતી અનુસાર, ઉપર જણાવેલી શાકભાજીના નિયમિત સેવનથી એનિમિયાની કોઇ જ સમસ્યા થતી નથી. આ સાથે જ, લોહીની બિનજરુરી ગરમી અને સોજા ઉત્પન્ન કરનારા વિષાર્ધ પદાર્થો અર્થાત્ ટૉક્સિન્સ પણ કંટ્રોલમાં રહે છે. એમના સેવનથી ત્વચામાં ચમક આવે છે, આંખોની તંદુરસ્તી જળવાઇ રહે છે અને ઝડપથી થાક પણ નહિં લાગે!

આ ઉપરાંત, અઠવાડિયાના બાકી રહેલા દિવસોમાં એક દિવસ પરવળ, દૂધી અથવા તૂરિયા ખાવાનું રાખવુ જોઇએ. આ હળવા પરંતુ, સ્વાસ્થપ્રદ શાકભાજીને તમારા આહારમાં સામેલ કરવા જોઇએ. એમના સેવનથી શરીરને થાક લાગતો નથી અને કામ કરવા માટેની આવશ્યક ઊર્જા પ્રાપ્ત થાય છે. આ ચારેય શાકભાજી, ખાસ કરીને શરીરની ગરમીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…

આ પણ વાંચો:ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…

આ પણ વાંચો:આ ગણેશ ચતુર્થીના પાવન તહેવારે પરંપરાગત મોદકને આપો ચૉકલેટી ટિવસ્ટ!