બોલિવુડના અભિનેતા ઈમરાન હાશ્મીની પત્ની પરવીન જ્યારે વોકરની રમત રમતી હોય ત્યારે એને નજીક નથી ફરકવા દેતી. ઈમરાનના કહેવા પ્રમાણે પત્ની એને અશુભ માનતી હોવાથી આમ કરે છે.ઈમરાન હાશ્મીની પત્ની આ રમતમાં નિષ્ણાંત છે. પરંતુ ઈમરાન હાશ્મી આ રમતમાં ખાસ કઈ ઉકાળી નથી શકતો.ઉલ્લેખનીય છે કે ચુંબન સમ્રાટ ઈમરાન હાશ્મી ફિલ્મોમાં પણ ભાગ્યે જ કંઈ ઉકાળી શકયો છે. સતત નિષ્ફળ ફિલ્મો આપવાને કારણે એ બોલિવુડમાંથી લગભગ ફેંકાઈ ગયો છે.
અભિનેતા તરીકે નિષ્ફળ જવાને કારણે એણે હવે તે ફિલ્મના બીજા પાસાંઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જો કે બહુ જલદી એ નિર્માતાની ટોપી પહેરશે અને ફિલ્મોમાં નિર્માણ કરવાનો છે..જો કે એની છેલ્લી ‘બાદશાહો’ પણ નિષ્ફળ ગઈ છે.