ઉંઝા શહેરમાં આજથી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હોય, શહેર સપૂર્ણ રીતે બંધ રહ્યું. લોકો અને વેપારી મંડળ દ્વારા લાગુ કરવામાં આવેલુ લોકડાઉન એક અઠવાડીયુ એટલે કે આગામી રવિવાર સુધી લાગુ રહેશે અને સમગ્ર શહેર આજ રીતે બંધ રહેશે.
આપને જણાવી દઇએ કે, ઉંઝા શહેરની સાથે સાથે એશિયાનું સૌથી મોટું ઉંઝાનું માર્કેટિંગ યાર્ડ પણ બંધ જોવામાં આવ્યું. નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર સજ્જડ બંધ રહ્યાની સાથે અનલોક – 1 અને 2 બાદ પહેલીવાર ઉંઝા શહેર તથા માર્કેટીંગ યાર્ડ બંધ રહ્યા પાછળ સામાન્ય લોકોની સાથે સાથે વેપારીઓ અને નગર પાલિકાની બેઠકમાં લેવાયેલો નિર્ણય જવાબદાર છે.
ઉંઝા નગરપાલિકાનો તમામ વિસ્તાર બંદ જોવામાં આવી રહ્યા છે. ઊંઝા વેપારી એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય જાહેર કરતા હવે 1 અઠવાડિયા સુધી ઊંઝા શહેર વિસ્તારનું માર્કેટ પણ બંધ રહેશે. એશિયાની સૌથી મોટું APMC 26 તારીખ સુધી બંદ રહેશે. ઉલ્લેખનીય છે કે, ઉંઝા શહેર વિસ્તારની પોપ્યુલેશન સત્તાવન હજાર એકસો આંઠની છે. અને જે રીતે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે તે જોતા આ નિર્ણય જાહેર કરી સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….