ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લામાં આવેલા ઊંચાહાર પોલીસમથક વિસ્તારમાં આવેલ એનટીપીસી પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. 500 મેગાવોટના યુનિટ નંબર 6ના બોઈલરની સ્ટીમપાઈપ ફાટવાથી અત્યાર સુધી 25 મજૂરોનાં મોત થયાં છે, જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં 100થી વધુ લોકો ઘવાયા છે. ઘાયલોમાં ચાર એજીએમ સ્તરના અધિકારી પણ સામેલ છે. ઘાયલોને લખનઉ, અલ્લાહાબાદ અને રાયબરેલીની હોસ્પિટલોમાં ખસેડાયા છે.મહત્વપૂર્ણ બાબત છે કે એનટીપીસી પ્લાન્ટમાં પ્રેશરને કારણે એશ પાઈપ ફાટવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.એનટીપીસીમાં સર્જાયેલી દુર્ઘટના બાદ યુપીની યોગી સરકારે મૃતકોના પરિજનોને 2-2 લાખ અને ગંભીર રીતે ઘવાયેલા 50 હજાર જ્યારે સામાન્ય ઘવાયેલા 25-25 હજારની સહાય કરવાનો નિર્દેશ આપ્યો છે.
Not Set/ ઉત્તરપ્રદેશના રાયબરેલીના એનટીપીસી પ્લાન્ટમાં વિસ્ફોટ
ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લામાં આવેલા ઊંચાહાર પોલીસમથક વિસ્તારમાં આવેલ એનટીપીસી પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. 500 મેગાવોટના યુનિટ નંબર 6ના બોઈલરની સ્ટીમપાઈપ ફાટવાથી અત્યાર સુધી 25 મજૂરોનાં મોત થયાં છે, જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં 100થી વધુ લોકો ઘવાયા છે. ઘાયલોમાં ચાર એજીએમ સ્તરના અધિકારી પણ સામેલ છે. ઘાયલોને લખનઉ, અલ્લાહાબાદ અને રાયબરેલીની હોસ્પિટલોમાં ખસેડાયા છે.મહત્વપૂર્ણ બાબત […]