જાણીતા એક્ટર સુમિત વ્યાસ અને તેની પત્ની એકતા કૌલ માતાપિતા બની ગયા છે. એકતાએ એક પુત્રને જન્મ આપ્યો છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર ચાહકોને આ સારા સમાચારની જાણકારી આપી છે. સુમિત અને એકતા બંને બાળકના જન્મથી ખૂબ ખુશ છે. તેણે પુત્રનું નામકરણ પણ કરી દીધું છે.
સુમિતે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘પુત્ર થયો છે… તેને વેદ બોલવામાં આવશે. મમ્મી અને પાપા ખૂબ ખુશ છે અને પુત્રને થોડી-થોડીવાર પ્રેમ કરી રહ્યા છે. જાણીતી હસ્તિઓ જેવા ગજરાજ રાવ, નિમરત કૌર, મિથિલા પાલકર અને અન્યએ બંનેને અભિનંદન પાઠવ્યા છે.
આપને જણાવી દઈએ કે સુમિત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેની પત્નીના ફોટા શેર કરતો રહે છે, જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળતી હતી.
અભિનેતા સુમિત વ્યાસ અને એકતા કૌલે 2018 માં લગ્ન કર્યા હતા. આ અગાઉ સુમિત પ્રખ્યાત અભિનેત્રી શિવાની ટંકસલે સાથે લગ્ન કરી ચુક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.