કન્નડ અભિનેતા ચિરંજીવી સરજાનું રવિવારે અવસાન થયુ છે. મળતી માહિતી મુજબ 39 વર્ષીય અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને બેંગ્લોરની સાગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ચિરંજીવીએ 20 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.
કન્નડ ફિલ્મ્સનાં અભિનેતા ચિરંજીવી સરજાનું રવિવારે હૃદયરોગનાં હુમલાથી નિધન થયુ હતુ. તે 39 વર્ષનાં હતા. શ્વાસ ન લેવાની અને છાતીમાં દુઃખાવો થવાની ફરિયાદોને કારણે ચિરંજીવીને શનિવારે 6 જૂને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. અહેવાલો અનુસાર અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ચિરંજીવીની હાલતમાં સુધારો થઈ શક્યો ન હતો અને રવિવારે સાંજે ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.