નવી દિલ્હીઃ નોટબંધી બાદ સમગ્ર દેશમાં ઇન્કમ ટેક્સ વિભાગે રેડ પાડીને મોટી સંખ્યામાં બેનામી રકમ કબ્જે કરી છે. ત્યારે આ રેડ પાછળ PMOનો દોરી સંચાર હોવાનું સામે આવ્યું છે. અંદાજે 70 રેડ PMOને મળેલી જાણકારી અનુસાર કરવામાં આવી હતી. નોટબંધી બાદ PMO કાળાનાણાં અને જમાખોરી અંગે જાણ કરતા 600 કોલ મળ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર 8 નવેમ્બરબા PMO દરરોજ દિવસમાં 15 થી 20 કૉલ મળી રહ્યા છે. આમ ફોન કરી PMO ને લોકો કાળાનાણાં અંગે જાણકારી આપતા રહે છે. આ પ્રકારના કૉલથી આ પ્રકારના કૉલથી મળેલી જાણકારીઓને એક સાથે ભેગી કરીને જે તે સંબંધિત ઇન્કમ ટેક્સ વિભાગને પહોંચાડવામાં આવે છે.
PMO સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રકારના કાળાનાણાં અંગે માહિતીના કૉલ 100 ટકા સાચા હતા. કાળાનાણાંની જાણકારી માટે હલ્પલાઇન પણ બહાર પાડવામાં આવી છે. લોકો સિધા જ PMOને કોલ કરતા અચકાતા નથી.