કાશ્મીર ખીણમાં કોરોના વાયરસના ચેપના કેસોની સંખ્યા 200 ને વટાવી ગઈ છે. આ મહામારીને પહોંચી વળવા ખીણમાં લગાવામાં આવેલ લોકડાઉનને 27 દિવસ થયા છે. અધિકારીઓએ કહ્યું કે સુરક્ષા દળોએ ખીણના મુખ્ય સ્થળોએ મુખ્ય માર્ગોને સીલ કરી દીધા છે અને લોકોના અવરજવર પર પ્રતિબંધિત કરવા માટે અનેક સ્થળોએ નાકાબંધી કરી છે.
તેમણે માહિતી આપી કે માત્ર માન્ય પાસ વાળા લોકોને જ મુસાફરી કરવાની છૂટ છે. આ દરમિયાન, ખીણમાં બજારો બંધ રહ્યા હતા અને જાહેર પરિવહન રસ્તાઓ પર બંધ રહ્યા હતા. ફક્ત દવા અને કરિયાણાની દુકાન જ ખોલવાની મંજૂરી છે. કાશ્મીરમાં શૈક્ષણિક સંસ્થાઓ, જીમ, ઉદ્યાનો, ક્લબ અને રેસ્ટોરન્ટ બંધ છે. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે દવા સહિતની આવશ્યક સેવાઓ આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 270 થઈ ગઈ છે, જેમાંથી કાશ્મીરમાં 222 અને જમ્મુમાં 48 કેસ નોંધાયા છે. જમ્મુ-કાશ્મીરમાં મહામારીને કારણે ચાર દર્દીઓનાં મોત નીપજ્યાં છે અને સ્વસ્થ થતાં 16 લોકોને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.