ભરુચઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી બંડારુ દત્તાત્રેયે ગુજરાતના અંક્લેશ્વરમાં ESIC હોસ્પિટલનું લોકાર્પણ કરવા કર્યું હતું. આ પ્રસંગે બંડારૂ દત્તાત્રેયે ગુજરાતમાં વધુ ચાર ESIC હોસ્પિટલ શરૂ કરવાની મહત્વની જાહેરાત કરી હતી. આ ESIC હોસ્પિટલ 1400 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
વધારાની જે ચાર હૉસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે તેમાં વલસાડ, હજીરા,હાલોલ અને આણંદનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી દત્તાત્રેય સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉફસ્થિત રહ્યા હતા.