દૈનિક રાશિભવિષ્ય (તા. 10 જુલાઈ 2020, શુક્રવાર)
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) – આજે ધર્મપ્રવાસનું આયોજન થાય. ધર્મ પ્રવાસ અને ધર્મ સાથે જોડાયેલી વ્યક્તિઓથી તમને લાભ પણ થઈ શકે છે. ઘર-પરિવારમાં પ્રગતિના અણસાર મળી રહ્યા છે. સંતાન સંબંધી વાતો પણ તમને લાભ અપાવી જાય તેમ દર્શાવે છે.
* વૃષભ (બ,વ,ઉ) – આરોગ્યની બાબતમાં તમારે સાવધાની રાખવાની રહેશે. જો તમે ડાયાબીટીસના દર્દથી પીડાતા હશો તો આજે સ્હેજ વધારે સાવધાની રાખવાની રહેશે. કાર્યની અંદર આજે ધાર્યું બળ નહીં મળે. બપોર પછી ગૂઢજ્ઞાન તરફ તમારી વૃત્તિ જાગે અથવા વારસાકીય બાબતો તરફી વાતચીત થાય.
* મિથુન (ક,છ,ઘ) – રોજગાર સંબંધી ટૂંકો પ્રવાસ દર્શાવે છે. તમારી સાથે કાર્યકરતા માણસો સાથે આજે સુમેળ રાખવાનો રહેશે. ધનલાભ દેખાય છે પણ આવક-જાવક સરખી થઈ રહેલી જણાય છે.
* કર્ક (ડ,હ) – આજે શરદી-ખાંસીથી તમારે સાચવવાનું રહેશે. માતા સાથે આજે તમારે સુમેળ રાખવો કોઈપણ પ્રકારની ખોટી માથાકૂટથી બચવાનું રહેશે. ઠંડાપીણા પીવાથી આજે તમે દૂર રહેજો. આરોગ્ય સંબંધી થોડો ખર્ચ પણ દર્શાવે છે.
* સિંહ (મ,ટ) – આજે જીવનસાથી સાથે મતભેદ ટાળવા અને તમારે પણ આરોગ્યની બાબતમાં સાવધાની રાખવી. આજે જીવનસાથી સાથે કભીખુશી કભી ગમ જેવી વાત રહે. એક તરફ જીવનસાથી સાથે નજદીયા વધે અને બીજી તરફ તરત નાની નોંકઝોક થાય. સંતાન સંબંધી બાબતો તમને થોડી ચિંતા અપાવે. શુભ બાબતો દર્શાવે છે માટે સંતાનો સાથે સારા મુદ્દે ચર્ચા થાય.
* કન્યા (પ,ઠ,ણ) – મિત્રો સાથે આજે સેવાકીય કાર્યોનું આયોજન પણ થાય. ઋતુગત બિમારીથી તમારે વધારે સાચવવાનું રહેશે. ઘરમાં શુભપ્રસંગનું આયોજન થાય અને કોઈ ચીજવસ્તુ અથવા રીપેરીંગનો ખર્ચ પણ થઈ શકે છે.
* તુલા (ર,ત) – ધનલાભ દેખાય છે સાથે સાથે કાર્યક્ષેત્રે નવી દિશાઓ ખૂલતી જણાય છે. તમારા દ્વારા શુભપ્રવાસનું આયોજન પણ થાય. મિત્રો દ્વારા લાભ થાય. તમારા સંતાન જો પુખ્ત હશે તો તેમના દ્વારા પણ તમને લાભ મળતો જણાય છે.
* વૃશ્ચિક (ન,ય) – ઘરમાં મહેમાનનું આગમન થતું જણાય છે. આરોગ્યના સંદર્ભમાં આજે શુભ પ્રગતિ મળતી જણાય છે. માતા-પિતા તરફથી આજે તમને લાભ મળતો જણાય છે. તમારા અધિકારી આજે તમારા હિતમાં કાર્ય કરે તેવી પૂર્ણ શક્યતાઓ રચાય છે.
* ધન (ભ,ધ,ફ,ઢ) – નાનાભાઈ બહેન સાથે આજે લાગણીના સંબંધોમાં ઓટ આવે. નાનો પ્રવાસ પણ દર્શાવે છે. આરોગ્ય બાબતે આજે વિશેષ સાવધાની રાખવાની છે. આજે તમને થોડી ચિંતા પણ સતાવે પણ સહુ સારા વાના થશે.
* મકર (ખ,જ) – આજે પૈસાની આવન-જાવન રહેશે. દૂધ, છાશ, લસ્સી વગેરે પીવાની ઇચ્છા થશે. ધનલાભ દર્શાવે છે. આરોગ્યની બાબતમાં કોઈ વધુ ચિંતાજનક કંઈ લાગતું નથી પણ તમારે શરદીથી ખાસ સાચવવાનું છે. બપોર પછી ધર્મકાર્યો થવાનું સૂચવી જાય છે.
* કુંભ (ગ,શ,સ,ષ) – આરોગ્યની બાબતમાં સાચવવું. કોઈપણ પ્રકારનો ચેપ ન લાગે તેની સાવધાની આજે તમારે ખાસ રાખવાની છે. ધન ખર્ચમાં થોડી વૃદ્ધિ દર્શાવે છે તમને મળતો લાભ આજે પાછો ઠેલાતો જણાય છે. પેટની બિમારીથી સાચવવું અને સંતાન સંબંધી ચિંતા આજે સતાવી જાય.
* મિન (દ,ચ,ઝ,થ) – આજે પરદેશગમનના વિચારો આવે. વિદ્યાર્થીમિત્રોએ આજે અભ્યાસ બાબતે ખાસ કાળજી રાખવી. માતાનું આરોગ્ય આજે તમારે જાળવવાનું રહેશે. બપોર પછીનો સમય ધર્મકાર્ય સાથે જોડાયેલો હશે.
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ઘરમાં હળદર મિશ્રિત જળમાં ચાંદીનો સિક્કો ડૂબાડેલો રાખજો.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.