દૈનિક રાશિભવિષ્ય (તા. 22 જૂન 2020, સોમવાર)
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )
* મેષ (અ,લ,ઈ) – આપની રાશિમાં પ્રવાસના યોગ દર્શાવે છે. લાંબા અંતરનો પ્રવાસ પણ થઈ શકે છે. વારસાઈ સંબંધી કાર્યો પણ થઈ શકે છે. જમીન સંબંધી કાર્યો કરનારા જાતકને લાભ થઈ શકે છે. જે જાતકો ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે જોડાયેલા છે તેમને પણ લાભ થઈ શકે છે.
* વૃષભ (બ,વ,ઉ) – વેપારી જાતકોને થોડી તંગીનો અનુભવ થાય. થોડું ઝીણવટભર્યું કાર્ય કરવાની ઇચ્છા થાય. તમારી સાથે કાર્ય કરતા વ્યક્તિઓ સાથે ગહન ચર્ચાવિચારણા દરમિયાન તમારું થોડું ઊંચું થઈ જાય. ધન સંબંધી થોડી મુશ્કેલી વર્તાય તેવું લાગે છે.
* મિથુન (ક,છ,ઘ) – ધર્મ પ્રવૃત્તિમાં ખર્ચ વધુ થતો જણાય છે. કોઈ દેવદર્શન જઈ ત્યાં કોઈ ગરીબ વ્યક્તિઓ પાછળ કોઈ ધર્મકાર્ય થતું જણાય છે. બપોર પછી પિતા સાથે થોડો સંઘર્ષ થઈ શકે છે. તમારા કાર્યક્ષેત્રે બપોર પછી મન વધુ શાંત રાખવું પડશે.
* કર્ક (ડ,હ) – પરદેશ સંબંધી કાર્યો થઈ શકે છે. આરોગ્ય ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ માટે આજનો દિવસ થોડો વધુ લાભપ્રદ રહી શકે છે. જે જાતકોને પરદેશ જવાની ઇચ્છા હોય તે આજના દિવસે કાર્યરત થઈ શકે છે. જેમનું આરોગ્ય થોડું કથળેલું હોય તેમણે આજે વધુ સાવચેત થવાની જરૂર છે.
* સિંહ (મ,ટ) – જો તમે કોઈપણ પ્રકારનો અભ્યાસ કરતા હશો તો તમારે વધુ સાવચેત થવાની જરૂર છે. આરોગ્યના અનુસંધાનમાં તમારા માટે બહુ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. રાજનીતિ સાથે જોડાયેલા જાતકો માટે લાભપ્રદ દિવસ હોઈ શકે છે. બપોર પછીના સમયમાં તમારે થોડું સાચવવું જનનાંગ સંબંધી કોઈ પીડા ન થાય અથવા મૂત્રદાહ ન થાય તે માટે સજાગ રહેવું.
* કન્યા (પ,ઠ,ણ) – વેપાર ધંધામાં મોટું સાહસ કરવાની ઇચ્છા થાય. જે જાતકોને હેરકટીંગ સલૂન હોય તેવા જાતકો માટે આજનો દિવસ વધુ યોગ્ય રહેશે. બપોર પછીનો સમય જીવનસાથી સાથે વધુ નીકટતાનો કહી શકાય. જીવનસાથી દ્વારા ધનપ્રાપ્તિના યોગ પણ નિર્માણ થઈ રહ્યા છે.
* તુલા (ર,ત) – પોતાના પૈતૃક સંબંધોમાં નાની મોટી તિરાડ આવી શકે છે. તમારે સાવધાની રાખવી પડશે. સંતાન સંબંધી થોડું મનોમંથન વધારે થશે. તમે જો ઊચ્ચ અભ્યાસ કરી રહ્યા હશો અને જ્ઞાન-વિજ્ઞાન તેમજ શોધ સંશોધન સાથે સંકળાયેલા હશો તો આજે તમારા માટે સાનુકૂળ દિવસ વીતી શકે છે.
* વૃશ્ચિક (ન,ય) – આજનો દિવસ થોડો મનને વિચલીત કરનારો હોઈ શકે છે. જુદી જુદી અનેક મુશ્કેલીઓ પ્રત્યે તમારું ધ્યાન દોરાય. આજે દિવસ શાંતિથી પસાર કરવાનો રહેશે. સપ્તાહનો પ્રથમ દિવસ તમે ઉચાટમાં ન વિતાવતા. શક્ય હોય તો આજે કોઈ અગત્યનો નિર્ણય લેવાનું ટાળજો.
* ધન (ભ,ધ,ફ,ઢ) – જીવનસાથી સાથે આજે સંઘર્ષ થઈ શકે છે. નાની-નાની વાતોમાં આજે વધુ ગંભીર ચર્ચા કરવાનું ટાળજો. જો તમે કુંવારા હોવ અને લગ્ન અંગે કોઈ પાત્ર સાથે મુલાકાત કરવાની હોય તો આજે જુદા જુદા ઘણાં મુદ્દે ચર્ચા થશે માટે નિર્ણય લેવા માટે આજનો દિવસ શક્ય હોય તો ટાળવો.
* મકર (ખ,જ) – જીવનસાથીને આજે આવકનો માર્ગ મોકળો થઈ શકે છે. તમારા જીવનસાથી દ્વારા તમને ધનસંપત્તિ પ્રાપ્ત થવાના યોગ પણ મળી રહ્યા છે. બપોર પછી તમને વિશેષ લાભ થવાની સંભાવના છે પણ તમારે વાણી ઉપર સંયમ રાખવો પડશે.
* કુંભ (ગ,શ,સ,ષ) – સ્નાયુની બિમારીથી તમારે સાચવવું. નોકરીમાં તમારે કામથી કામ રાખવાનો અભિગમ રાખવો. જો તમારી નોકરીમાં કોઈ મુશ્કેલી ચાલતી હશે તો આજે પ્રબળ બની શકે છે માટે સાવધાન રહેજો.
* મિન (દ,ચ,ઝ,થ) – માતાનું આરોગ્ય જાળવજો. તમારા સહકાર્યકર્તા તમને વધુ સહકાર આપી તમારું કાર્ય સરળ કરી શકે છે. પ્રવાસના યોગ આજે પણ તમારી રાશિમાં નિર્માણ પામે છે. જીવનસાથી સાથે કોઈપણ પ્રકારનો ખટરાગ ટાળજો અને તમારે પીઠના દર્દથી આજે સાચવવાનું છે.
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – શિવજીની પૂજા ઉપાસના કરી આજનો દિવસ શરૂ કરવો.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.