ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે વધે તેના કરતા રાત્રે વધુ વધે અને રાત્રે વધે તેના કરતા દિવસે વધુ વધે તેવું જોવામાં આવી રહ્યું છે. ગુજરાતનાં ચાર મહાનગરોમાં કોરોનાના ફેલાવાનું આંકલન કરવામાં આવે તો તંત્ર પણ અવાચક છે, ત્યારે મહાનગરો સિવાય ગુજરાતનું આ નગર પણ કોરોનાના કચ્ચરધાણમાં કચડાયું છે. આ શહેર અને જીલ્લામાં પણ કોરોના કેસમાં ઉત્તરોતર વધારો જોવામા આવી રહ્યો છે. ત્યારે આજે ફરી વધારામાં વધારો નોંધવામાં આવી રહ્યો છે. જી હા વાત કરવામાં આવી રહી છે ભાવનગર શહેર અને જીલ્લાની. ભાવનગરમાં વધુ બે પોઝીટીવ કેસ સામે આવ્યા છે. ભાવનગર જીલ્લાના સિહોર શહેરમાં વધુ બે લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. સિહોરના જુલુના ચોકમાં રહેતા 12 વર્ષીય બાળક અને 22 વર્ષીય યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં ચિંતા જાગી છે. આપને જણાવી દઇએ કે આ બે પોઝિટીવ કેસ સાથે ભાવનગર જીલ્લામાં કોરોના પોઝિટીવનોં આંક હાલ 41 પર પહોંચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન