Not Set/ #કોરોનાવાયરસ/ ચીને સંકટનાં સમયે ભારતને લગાવ્યો ચૂનો, હલકી ગુણવત્તાવાળી PPE કીટ મોકલી આપી

કોરોના વાયરસ સંકટ વચ્ચે ચીનનો અસલી ચહેરો ફરી એકવાર સમગ્ર દુનિયા સામે આવી ગયો છે. મદદનાં નામે દેખાડો કરનાર ચીને કોઇ દેશને ચૂનો લગાવ્યા બાદ હવે ભારતની સાથે પણ દગો કર્યો છે. ભારતમાં પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) નાં અભાવની સમસ્યાને કારણે કેન્દ્ર સરકારે આ સાધન ચીનથી આયાત કર્યું હતું. પરંતુ 1.70 લાખ પી.પી.ઈ. માંથી ઘણાનો […]

World

કોરોના વાયરસ સંકટ વચ્ચે ચીનનો અસલી ચહેરો ફરી એકવાર સમગ્ર દુનિયા સામે આવી ગયો છે. મદદનાં નામે દેખાડો કરનાર ચીને કોઇ દેશને ચૂનો લગાવ્યા બાદ હવે ભારતની સાથે પણ દગો કર્યો છે. ભારતમાં પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) નાં અભાવની સમસ્યાને કારણે કેન્દ્ર સરકારે આ સાધન ચીનથી આયાત કર્યું હતું. પરંતુ 1.70 લાખ પી.પી.ઈ. માંથી ઘણાનો ઉપયોગ નથી થઇ રહ્યો કારણ કે તેમા મોટાભાગનાં ઉપકરણો ભારતની સુરક્ષા તપાસમાં નિષ્ફળ ગયા છે.

જણાવી દઇએ કે, ચાઇના એ પીપીઈ ઉપકરણો પૂરા પાડતો વિશ્વનો સૌથી પ્રખ્યાત દેશ છે, તેથી જ્યારે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે સરકારે ચીન પાસેથી કેટલાક સાધનો ખરીદવાનું નક્કી કર્યું. જે ચીનથી કોરોના વાયરસ પૂરી દુનિયામાં ફેલાયો હવે તે દેશ મેડિકલ સપ્લાઈનાં નામે દુનિયાને ચૂનો લગાવી રહ્યો છે. ચીને ભારત સહિત યુરોપનાં દેશોમાં ઘણી હલકી ગુણવત્તાવાળા પીપીઈ કીટ મોકલ્યા છે, જેનો ઉપયોગ થઇ શકે તેમ નથી

પ્રાપ્ત માહિતી અનુસાર, ચીનથી 1 લાખ 70 હજાર પી.પી.ઇ કીટ ભારત મોકલવામાં આવ્યા છે, જોકે આમાંથી મોટાભાગની કીટ દાન તરીકે પણ આપવામાં આવી છે. ભારતને મોકલવામાં આવેલી 25 ટકા કીટ નબળી ગુણવત્તાની છે અને તેનો ઉપયોગ કરી શકાય તેમ નથી. દરમિયાન, 6.5 લાખ ટેસ્ટ કીટ ચીનથી આવી રહી છે, જે આજે ભારત પહોંચશે તેવી સંભાવના છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ કીટ ગુરુવારે ભારત પહોંચશે. તેમાંથી 3 લાખ ટેસ્ટ કિટ્સ ગ્વાંગઝૂ વોડફો અને 2.5 લાખ કીટ ઝુહાઇ લિવઝોનથી ભારત મોકલવામાં આવ્યા છે.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા ચીનથી ભારત મોકલવામાં આવેલી 1 લાખ 70 હજારની પીપીઈ કીટની તપાસ કરવામાં આવી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ચીન દ્વારા મોકલેલા સાધનોમાંથી 50 હજાર પીપીઈ કીટ્સ સુરક્ષા તપાસમાં નિષ્ફળ ગયા હતા. આવા વીડિયો વિશ્વભરમાંથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં પી.પી.ઇ કીટ પહેરતા જ તે ફાટી જાય છે. માસ્કનાં નામે ચીને તેના મિત્ર પાકિસ્તાનને પણ ચૂનો લગાડ્યો હતો.

આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા પાકિસ્તાની મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચીને તેને અન્ડરવેરથી બનાવેલા માસ્ક મોકલ્યા છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. હવે, ચીને ભારત સાથે પણ આવી જ મજાક કરી છે, જોકે, દુનિયાભરની ફરિયાદોને લીધે, ચીને તેના ઉપકરણોની ગુણવત્તા તપાસમાં વધારો કર્યો છે. નોંધપાત્ર વાત એ છે કે વિશ્વમાં કોરોના ફાટી નીકળ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં 20 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.