ભારતીય ડ્રગ્સ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) ને ઓક્સફર્ડમાં કોરોના વાયરસ રસીનાં ક્લિનિકલ ટ્રાયલ્સ ફરી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. ડીસીજીઆઈએ સીરમ સંસ્થાને કોવિડ-19 રસીનાં બીજા તબક્કા અને ત્રીજા તબક્કાનાં પરીક્ષણ માટેની મંજૂરી આપી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ બ્રિટનની એસ્ટ્રેજેનિકાની સાથે ભારતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી તૈયાર કરી રહ્યું છે.
ભારતીય ડ્રગ્સ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) ડો.વી.જી. સોમાનીએ મંગળવારે ઓક્સફર્ડથી કોવિડ-19 રસી માટેનાં ઉમેદવારો પર ક્લિનિકલ ટ્રાયલ ફરીથી શરૂ કરવાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને મંજૂરી આપી હતી. એસ્ટ્રેજિનિકાની તરફથી બ્રિટનમાં ઓક્સફર્ડની કોરોના રસીની ટ્રાયલ બંધ થયા પછી ભારતમાં આ રસી તૈયાર કરતી સીરમ સંસ્થાએ ટ્રાયલ અટકાવી દીધુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.