ક્રિકેટ જગતથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. રાજિંદર ગોયલ જેમણે રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે તેમનુ રવિવારે બિમારી બાદ અવસાન થયું હતું. 77 વર્ષીય ડાબા હાથનાં સ્પિનર રાજિંદરે રણજીમાં 637 વિકેટ લીધી હતી.
આપને જણાવી દઇએ કે, રણજી ટ્રોફીમાં અત્યાર સુધીમાં કોઈ અન્ય બોલર 600+ વિકેટ લઈ શક્યો નથી. બીસીસીઆઈ સિવાય ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ, રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ 637 વિકેટ લેવાનો રેકોર્ડ રાજિંદર ગોયલનાં નામે છે, તેમણે આ યાદીમાં બીજા ક્રમે રહેલા એસ વેંકટરાઘવન કરતા 107 વધુ વિકેટો ઝડપી છે. ગોયેલ એ શરૂઆત 1957-58 સીઝનમાં કરી હતી અને 44 વર્ષની વયે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. જણાવી દઇએ કે, ગોયલે 157 ફર્સ્ટ ક્લાસ મેચો રમી હતી. વળી 2017 માં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ રાજિંદર ગોયલને સી કે નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
BCCI mourns the sad demise of Shri Rajinder Goel.https://t.co/DeGS2mvsXI pic.twitter.com/2v6EwfTKXy
— BCCI (@BCCI) June 21, 2020
ઉલ્લેખનીય છે કે, રાજિંદર ગોયલનો જન્મ 20 સપ્ટેમ્બર, 1942 માં હરિયાણામાં સહાયક સ્ટેશન માસ્ટરનાં ઘરે થયો હતો. ઉત્તર ઝોનનો ખિતાબ જીતવા માટે મદદ કર્યા પછી 16 વર્ષની ઉંમરે તેમને ઓલ ઈન્ડિયા સ્કૂલ ટૂર્નામેન્ટનો શ્રેષ્ઠ બોલર માનવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.