કોરોના વાયરસથી અચાનક સમગ્ર દુનિયાની ગતિ અટકી ગઈ છે. ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ વૈશ્વિક રોગચાળાને કારણે સમગ્ર વિશ્વમાં એક લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. લાખો લોકો આ વાયરસથી સંવેદનશીલ છે. ચીનનાં વુહાનથી આવેલા આ વાયરસનાં કારણે તમામ રમતો સ્થગિત કરવામાં આવી છે. આફને જણાવી દઇએ કે, આઈપીએલ 29 એપ્રિલથી શરૂ થવાની હતી, પરંતુ બીસીસીઆઈએ તેને 15 એપ્રિલ સુધી મુલતવી રાખી હતી. હવે બીસીસીઆઈનાં પ્રમુખ સૌરવ ગાંગુલીએ સંકેત આપ્યો છે કે આ ટૂર્નામેન્ટને આગળ વધારી શકાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકાર 21 દિવસનાં લોકડાઉનને વધુ 15 દિવસ માટે લંબાવશે. 21-દિવસીય લોકડાઉન 14 એપ્રિલનાં રોજ સમાપ્ત થાય છે. જો લોકડાઉન વધે તો દેખીતી રીતે આઇપીએલ પણ આપમેળે મોકૂફ રાખવામાં આવશે. આઈપીએલ અંગે અપડેટ આપતાં સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિઓ સમગ્ર વિશ્વમાં કોઈ પણ રમત માટે યોગ્ય નથી. આઈપીએલ પણ શક્ય નથી કારણ કે વિદેશી ખેલાડીઓને અહી લાવવું ખૂબ મુશ્કેલ રહેશે.” તેમણે કહ્યું, “અમે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ.” અત્યારે કંઇ કહેવું શક્ય નથી. અને હવે શું કહેવું. બધા વિમાનમથકો બંધ છે, લોકો તેમના ઘરોમાં કેદ છે, બધી કચેરીઓ લોક છે, કોઈ પણ ક્યાંય જઈ શકે તેમ નથી. લાગે છે કે આ સ્થિતિ મે મહિનાનાં મધ્ય સુધી રહેશે. સામાન્ય સમજણ છે કે આ સમયે કોઈ રમતગમતની સંભાવના નથી.”
આ સાથે, સૌરવ ગાંગુલીએ સંકેત પણ આપ્યો કે આ ટૂર્નામેન્ટની નવી તારીખો નક્કી કરવામાં આવશે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ટીમનાં તમામ માલિકોએ ગયા મહિને એક કોન્ફરન્સ કોલ પર બીસીસીઆઈ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ગાંગુલીએ કહ્યું, “સોમવાર (13 એપ્રિલ) સુધીમાં હું બીસીસીઆઈનાં અન્ય અધિકારીઓ સાથે વાત કરી અને કંઇક નક્કર વાત કરી શકીશ.” પરંતુ વ્યવહારમાં, જ્યારે સમગ્ર વિશ્વમાં જીવન અટકી ગયું છે, ત્યારે રમતગમતનું ભવિષ્ય શું હશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.