@નિકુંજ પટેલ
એક પછી એક બે બાળકી ગુમ થતા સાંતેજ પોલીસ પણ હરકતમાં આવી ગઈ. ખાત્રજ ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં બાઈક પર જઈ રહેલો શખ્સ એક કલાકમાં બે વાર ઝડપાતા પોલીસે તેને શોધવા કવાયત હાથ ધરી. નંબરપ્લેટ વગરના બાઈકને શોધવું મુશ્કેલ હતું. પરંતુ બાઈકના કલર અને હેડલાઈટ પરના વિજય નામને કારણે પોલીસનું કામ સરળ બની ગયું.
પોલીસ લોકોની પુછપરછ કરી બાઈકચાલક વિજયના ભાઈને ઉઠાવ્યો. તેની પુછરપરછમાં બાઈક તેના ભાઈ વિજયનું હોવાનું બહાર આવ્યું. આથી પોલીસે વિજયને તેના ઘરેથી ઝડપી લીધો. તે સમયે તેની પાસે બે મોબાઈલ ફોન હતા. પુછપરછમાં તેણે તેનું નામ વિજય પોપટજી ઠાકોર હોવાનું કહ્યું. પોલીસે બે મોબાઈલ અંગે પુછતા એક મોબાઈલ પોતાનો હોવાનું કહ્યું. જ્યારે બીજો મોબાઈલ પોતે મિત્ર પાસેથી ગિરવે લીધો હોવાનું કહ્યું હતું. પોલીસે લાલ આંખ બતાવી તેના મિત્ર પાસે લઈ જવા કહ્યું. આથી વિજય ભોયણ ગામ પાસે એક સિમેન્ટ ફેક્ટરી પાસે રહેતા મિત્રને ત્યાં પોલીસને લઈ ગયો. પરંતુ તેનો મિત્ર ઘરે હાજર ન હતો.
તે જ સમયે એક વૃધ્ધા હાથમાં ફ્રેકચર સાથે ઉભેલી હતી. વૃધ્ધાએ વિજયને જોઈને આ શખ્સે જ તેમના હાથમાં ધોકો માર્યો હોવાનું કહેતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ. પોલીસે હવે વિજયની આકરી પુછપરછ શરૂ કરી. જેમાં એક બાળકીના અપહરણ અને તેની પર દુષ્કર્મ કર્યાની ત્રીજી ઘટના સામે આવી.
આ બનાવની વિગત જોઈને તો મુળ મધ્યપ્રદેશની મહિલા સાંતેજમાં તેના પતિ, બે બાળકો અને ભત્રીજી સાથે રહેતી. 27.10.2023ના રોજ રાત્રે મહિલા તેના પતિ બે બાળકો અને 10 વર્ષની બાળકી સાથે ઉંઘી રહી હતી. તે સમયે વિજય ઠાકોર બાઈક લઈને અહીં આવ્યો હતો. બાઈક નજીકમાં પાર્ક કરીને તેણે મહિલાના ઘરના પતરામાંથી જોયું તો બાળકીને ઉઘી રહેલી જોઈ,. તેણે ધીમેથી દરવાજો ખોલ્યો અને બાળકીને ઉંઘતી હાલતમાં જ ઉપાડી ગયો
બાળકીને તે નજીકના ખેતરમાં લઈ ગયો. જોકે બાળકીએ બુમાબુમ કરતા બાળકીનું મોઢુ દબાવીને વિજયે તેની સાથે દુષ્કર્મ કર્યું. બાળકીને ઘરમાંથી ઉઠાવી ત્યારે વિજયે ઘરમાંથી મોબાઈલ ચોરી લીધો હતો. તેણે બાળકીને ધમકી આપી મોહાઈલનો પાસવર્ડ ખોલાવી લીધો. બાદમાં વિજય બાળકીને મુકીને ભાગી ગયો
જોકે બાળકીએ ઘરે જઈને દુષ્કર્મની વાત તેની ભાભીને ના કહી પરંતું કોઈ શખ્સ ઝુંપડામાં આવી મારઝુડ કરીને મોબાઈલ લઈ ગયો હોવાનું જ કહ્યું.
આ બનાવના બે દિવસ પછી નપાધમ વિજય રાત્રે આ બાળકીના ઘર નજીક જ બાઈક લઈને આવ્યો. બાળકીના છાપરાથી ત્રીજા નંબરના છાપરામાં ઘુસવાનો તેણે પ્રયાસ કર્યો. તેનો ઈરાદો અહીંથી કોઈ બાળકીને ઉઠાવીને દુષ્કર્મ કરવાનો જ હતો. પરંતુ વૃધ્ધા જાગી જતા ઉશ્કેરાયેલા વિજય નજીકમાં પડેલુ લાકડુ વૃધ્ધાના હાથમાં ફ્રેકચર થયું હતું. પોલીસ વિજયને લઈને જ અહીં તપાસ માટે આવી હતી. વૃધ્ધાએ વિજયને જોઈને તરત જ આ એજ આરોપી રાત્રે તેના ઘરે આવ્યો હોવાનું અને પોતે જાગી જતા હાથમાં લાકડ઼ુ મારીને ભાગી ગયો હોવાનું પોલીસને કહ્યું હતું.
દરમિયાન પોલીસને દુષ્કર્મના બીજા બનાવમાં ભોગ બનેલી બાળકીનો મૃતદેહ મળ્યો. આ બાળકીનું કેવી રીતે અપહરણ કરી વિજય લઈ ગઈ ગયો… જુઓ આગળના એપિસોડમાં
આ પણ વાંચો: માયાજાળ/ સાંતેજમાં દિવાળીને દિવસે જ બાળકી પર અમાનુષી દુષ્કર્મ
આ પણ વાંચો:પહેલા બનાવની તપાસ ચાલતી હતી ત્યાં બીજી એક બાળકી ગુમ થતા પોલીસ ચોંકી ઉઠી