Not Set/ ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ, 50 ખેડૂતોની ધરપકડ, અલ્પેશ ઠાકોરે આણંદ બંધનું આપ્યું એલાન

આણંદઃ નળકાંઠા વિસ્તારમાં સિચાઇ માટે પાણી ના મળતા ખેડૂતો આણંદ નજીક હાઇવેપર ઉતરી આવ્યા હતા. અને ટ્રેક્ટર પર ગાંધીનગર ફરિયાદ કરવા જવાનું આયોજન કર્યું હતું. જો કે ખેડૂતોની આ રેલીને રેથડ ગામ પાસે પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવી હતી. જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થતા મામલો બિચક્યો હતો. ખેડૂતોએ પોલીસ પર પત્થરમારો કર્યો હતો. […]

Gujarat
obc leader lead 1 ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ, 50 ખેડૂતોની ધરપકડ, અલ્પેશ ઠાકોરે આણંદ બંધનું આપ્યું એલાન

આણંદઃ નળકાંઠા વિસ્તારમાં સિચાઇ માટે પાણી ના મળતા ખેડૂતો આણંદ નજીક હાઇવેપર ઉતરી આવ્યા હતા. અને ટ્રેક્ટર પર ગાંધીનગર ફરિયાદ કરવા જવાનું આયોજન કર્યું હતું. જો કે ખેડૂતોની આ રેલીને રેથડ ગામ પાસે પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવી હતી. જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થતા મામલો બિચક્યો હતો. ખેડૂતોએ પોલીસ પર પત્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. તેમજ ત્રણ રાઉઠ ફાયરિંગ પણ કર્યું હતું. આ ઘર્ષણમાં કેટલાક ખેડૂતો ઘવાયા હતા તેમજ પોલીસે 50 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી. મામલો ત્યાંસુધી બગ્યો હતો કે, પોલીસને ટીયગેસના સેલ છોડવા પડ્યા હતા.

હાલ ગામમાં પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો પોતાના ટ્રેક્ટર મુકીને પણ ભાગ્યા હતા. આ સમગ્ર મામલે અલ્પેશ ઠાકોરે આણંદ પોલીસ સ્ટેશનમાં રેન્જ આઇજી સાથે મુલાકાત કરીને ચર્ચા કરી હતી. ત્યાર બાદ અલ્પેશ ઠાકોરે આવતી કાલે આણંદ બંધનું એલાન કર્યું હતું. જ્યાં સુધી સિંચાઇ માટે પાણી નહી આપવામાં આવે ત્યાં સુધી આંણદ બંધનું એલાન આપવામાં આવ્યું છે.