ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂત કાયદો લાવીને ભારતનાં ખેડૂતોને મુક્ત કરી દીધા છે. હવે અન્ન આપનારને તેની મહેનતનો હિસાબ લેવા માટે કોઈ જગ્યાએ ફરવું નહીં પડે. બિહારનાં પ્રવાસે આવેલા ભાજપ અધ્યક્ષે આ વાત ગાંધી મેદાન ખાતે યોજાયેલી જાહેર સભા દરમિયાન કહી હતી.
નડ્ડાએ કહ્યું કે, એનડીએ સરકારે શિક્ષણ માટે વધુ સારૂ કામ કર્યું છે. બિહારમાં એનડીએ શાસન હેઠળ 14 મેડિકલ કોલેજો ખોલવામાં આવી હતી. અમે પાંચ વર્ષમાં વિદ્યાર્થીઓ માટે અલગ બજેટ બનાવ્યુ છે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, અમારી પાર્ટી બિહારનાં વિકાસ માટે હંમેશા આગળ રહે છે. નડ્ડાએ કહ્યું કે, નીતીશ સરકારે બિહારનું ચિત્ર બદલ્યું છે. તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ચૂંટણી વિકાસ માટે યોજાય છે.
ગયામાં આવતા પહેલા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પટનાનાં મહાવીર મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ પછી નડ્ડા કદમકુઆ ખાતેનાં જેપી નિવાસસ્થાને પહોંચ્યા અને જયપ્રકાશ નારાયણની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. મીડિયા સાથે ટૂંકી વાતચીત દરમિયાન નડ્ડાએ કહ્યું હતું કે, કોંગ્રેસનાં લાદવામાં આવેલા કટોકટી દરમિયાન જે.પી. પર ઘણો ત્રાસ આપવામાં આવી હતી, પરંતુ તેઓ સત્યનાં માર્ગથી વળ્યા નથી. જેપીએ ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ, બેરોજગારી સામે કોંગ્રેસનો પાયો હલાવવાનું કામ કર્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.