Not Set/ ગાંધીનગરમાં દેશના પ્રથમ મેગા ટેક્સટાઇલ વ્યાપાર મેળો યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરમાં આયોજિત ટેક્સટાઇલ વ્યાપારમેળામાં આવી પહોંચ્યાં હતાં. જ્યાં યોજાયેલા પ્રદર્શનને તેમણે નિહાળ્યું હતું. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન સહિત કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુ ઉપસ્થિત રહ્યાં હતાં.મહાત્મા મંદિરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પીએમ બપોરે સવા બે કલાકે આવીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને ટેકનોલોજી સંદર્ભે […]

Uncategorized

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરમાં આયોજિત ટેક્સટાઇલ વ્યાપારમેળામાં આવી પહોંચ્યાં હતાં. જ્યાં યોજાયેલા પ્રદર્શનને તેમણે નિહાળ્યું હતું. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન સહિત કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુ ઉપસ્થિત રહ્યાં હતાં.મહાત્મા મંદિરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પીએમ બપોરે સવા બે કલાકે આવીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને ટેકનોલોજી સંદર્ભે યોજાયેલાં પ્રદર્શનને નિહાળ્યું હતું. ત્રિદિવસીય આ પ્રદર્શનમાં દેશવિદેશથી કાપડ મહાજનોએ ભાગ લીધો છે. આ મેળાને ભારતનો પ્રથમ મેગા ટેકસટાઇલ એક્ઝિબિશન કહેવાઇ રહ્યું છે. 103 દેશમાંથી વિવિધ 3 હજાર પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો છે. આમાં ભારતના સર્વ વિસ્તારોની જાણીતી કાપડ બ્રાન્ડ તેના ઇતિહાસ સાથે રજૂ થઈ છે.બાદમાં મહાનુભાવોના કરેલાં વક્તવ્ય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું.જેના મુખ્ય અંશ.કાપડ ઉદ્યોગમાં અત્યાસ સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે.પહેલીવાર કેન્દ્ર-રાજ્યોની અલગ અલગ સરકાર અને કાપડ ઉદ્યોગે એકસાથે ટૂંકસમયમાં કરાવ્યો છે.કપાસ ખેતી, સિલ્ક ઉત્પાદન, કાપડ ઉદ્યોગનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે.ટેક્સટાઇલ, એગ્રો અને ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉદ્યમથી રચાય છે મહત્ત્વની ધરીહજારો વર્ષોથી વસ્ત્રોનો મહિમા છે, આ ઇન્ડસ્ટ્રીઝ બીજા દેશો સાથે વેપારનો આધાર રહ્યો છે.સિલ્ક રુટ વિશે તમે જાણો છો એવા ઘણાં પ્રવાસીઓ અહીં આવી ભારતીય વસ્ત્ર ઉદ્યોગને જાણ્યો છે.ચૈન્નઇમાં નેશનલ હેન્ડલૂમ ડે સમારોહમાં બનારસના વણકરે સ્ટોલ આપી હતી જેમાં કબીરના દોહા લખ્યા હતાં. જીની જીની બીની ચદરિયા.આમાં આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતાથી જોડાયેલ છે.દેશના વિવિધ પ્રદેશના વિવિધ કાપડ સેંકડો વર્ષોથી વિસ્તારની ઓળખ આપતી રહ્યાં છે આવું દુનિયાના બીજા દેશમાં ક્યાંય જોવા નહીં મળે.7000 જેટલા સુધારા આ ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવા કરવામાં આવ્યાં છે.કાપડ ઉદ્યોગ માટે ભારતે વિશ્વના અનેક ફોરમ પર સેંકડો કાર્યક્રમમાં ભાગ લીધો છે.આ સેક્ટરના વિકાસ માટે રોજગાર, ઉત્પાદન અને વેચાણ માટે સરકારે પગલાં લીધાં છે.ભારતીય અર્થતંત્રમાં કાપડ ઉદ્યોગનું મહત્ત્વનું સ્થાન છે.ભારતમાં કાપડ ઉદ્યોગમાં લાઇફ સ્ટાઇલ માર્કેટ 85 બિલિયન યુએસ ડોલરનું આંકવામાં આવે છે. આ વિકાસ મધ્યમવર્ગીય વિકાસને લઇને છે.