ગુજરાત ATSને બાતમીનાં આધારે મોટી સફળતા મળી છે. રાજ્યનાં પાટનગર ગાંધીનગરનાં ચિલોડા ખાતે કેટલાક શખ્સો પાસે ભારતીય અને વિદેશી નકલી ચલણી નોટો હતી, ત્યારે આ બાતમીનાં આધારે વોચ રાખીને મહત્વનું ઓપરેશન હાથ ધરાયુ હતુ, જેમા ચાર શખ્સોની ATSની ટીમે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો – અરવલ્લી જિલ્લા ભાજપનાં મંત્રીનું કોરોનાથી મોત
આપને જણાવી દઇએ કે, તાજેતરમાં સીમા પર તણાવની સ્થિતિ સર્જાઇ છે, જ્યારે ગુજરાતમાંં પેટા ચૂંટણી થવાની છે. જેને લઇને તંત્ર એલર્ટ છે ત્યારે ગુજરાત ATS ની ટીમે મોડી રાત્રે ગાંધીનગરનાં ચિલોડા નજીક ઓપરેશન હાથ ધરી ચાર ઈસમો ને બનાવટી ભારતીય ચલણી નોટો સાથે પાકિસ્તાની ચલણી નોટો ઝડપી પાડ્યા હોવાના અહેવાલ છે. ગુજરાત એટીએસએ ચિલોડા સર્કલ પાસે હાથ ધરેલા આ ઓપરેશન અંગે હજુ સત્તાવાર વિગતો આવવાની બાકી છે. મંગળવારની મોડીરાત્રી સુધી આ ઓપરેશન ચાલું હતું. સંભાવના એવી છે કે આજે બુધવારે એટીએસ આ અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી શકયતા છે, જો કે ગુજરાતનાં પાટનગર નજીક જ પાકિસ્તાન કનેક્શન બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી છે અને સામે ચૂંટણીઓ હોય આ ઈસમોનો હેતુ શું છે વગરે બાબતો તપાસ બાદ જ બહાર આવશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.