ગાંધીનગરના ગિફ્ટસિટી રોડ ઉપર કોબા સર્કલ નજીક આવેલા રાહેજામાં ભેખડ ધસી પડતાં 5 મજૂરો દટાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 5 મજૂરોમાંથી 4 મજૂરોને રેસક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા છે. બાહર કાઢવામાં આવેલા તમામ મજૂરો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે દટાયેલા એક મજૂરને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે આ અગાઉ થોડા દિવસો પહેલાં રિલાયન્સ ચોકડી પાસે ચાલુ બાંધકામમાં ભેખડ ધસી પડતાં એક એન્જિનિયર સહિત ચારના મોત ની ઘટના બની હતી. ગુડા દ્વારા બાંધકામ સાહેબને સીલ મારવામાં આવ્યું હતું. સમગ્ર બનાવ સંદર્ભે ગાંધીનગર પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે મને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.