ગાંધીનગર મહાપાલિકાના હદ વિસ્તરણ માટે ચાલતી કવાયત બાદ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે હકારાત્મક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પેથાપુર નગરપાલિકા વિસ્તાર, શહેર ફરતેના 18 ગામ અને અન્ય 7 ગામના કેટલાક વિસ્તારને ગાંધીનગર મહાપાલિકામાં સમાવવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પેથાપુર નગરપાલિકા અને કુડાસણ, રાયસણ, રાંદેસણ , સરગાસણ, કોબા, વાસણા હડમતિયા, વાવોલ, કોલવડા, પોર, અંબાપુર, અમિયાપુર, ભાટ, સુઘડ, ઝુંડાલ, ખોરજ, કોટેશ્વર, નિભોઈ, રાંધેજા ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે.
ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં ભેળવવામાં આવેલા આ નવા વિસ્તારોના વિકાસ માટે મહાપાલિકા તંત્ર કટીબદ્ધ છે. પાટનગરમાં જેવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. તેવી સટીક સુવિધાઓ આગામી સમયમાં નવા ઉમેરાયેલા વિસ્તારોમાં આપવામાં આવશે. તેમાં પીવાના પાણી, ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થાપન, રસ્તા, સ્ટ્રીટલાઇટ, સિટી સર્વેલન્સની સુરક્ષા અને જરૂરી સેવા સંસાધનનો સમાવેશ તેમાં કરવામાં આવશે.
ગાંધીનગર સાથે વડોદરા, સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.