Not Set/ ગુજરાતના પ્રદેશ નેતૃત્વને દિલ્હીનું તેડૂ, રાહુલ ગાંધીએ બોલાવી તાત્કાલિક બેઠક

અમદાવાદઃ નોટબંધીને 2 દિવસ બાદ 50 દિવસ પૂરા થઇ રહ્યા છ. દેશવ્યાપી રણનીતિ તૈયાર કરવા માટે પ્રદેશ ગુજરાત કૉંગ્રેસના નેતાઓને દિલ્હી બોલાવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1000 અને 500 ની નોટ રદ્દ કરતી વખતે 50 દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ સમય મર્યાદા પુરી થવા આવી હોવા છતા દેશમાં પરિસ્થિતિમાં ફેરફાર જોવા નથી મળી રહ્યો. […]

Gujarat

અમદાવાદઃ નોટબંધીને 2 દિવસ બાદ 50 દિવસ પૂરા થઇ રહ્યા છ. દેશવ્યાપી રણનીતિ તૈયાર કરવા માટે પ્રદેશ ગુજરાત કૉંગ્રેસના નેતાઓને દિલ્હી બોલાવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1000 અને 500 ની નોટ રદ્દ કરતી વખતે 50 દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ સમય મર્યાદા પુરી થવા આવી હોવા છતા દેશમાં પરિસ્થિતિમાં ફેરફાર જોવા નથી મળી રહ્યો.

આ બેઠક કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બોલાવી હતી જેમા પ્રદેશ ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને નેતા વિરોધ પક્ષ શંકરસિંહ વાધેલા દિલ્હી જવા રવાના થયા હતા. આ બેઠકમાં ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી પણ ખાસ બેઠકમાં હાજર રહ્યા હતા.

સૂત્રો દ્વારા બીજી એક શક્યતા આવતા વર્ષે ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઇને પણ બેઠક બોલાવવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.