અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાતથી અમીર વર્ગ અમીર રહેશ અને ગરીબ વધુ ગરીબ બનશે આવું કહેવું છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલરાયનું તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમિશ શાહ ગેંગ લોકોનો અવાજ દબાવી દે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતીને અમિત શાહ ગેંગથી મુક્ત કરાવી છે. ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટથી 4000 થી વધુ લઘુ અને મધ્યમ ઉદ્યોગો બંધ થઇ ગયા છે. વાઇબ્રન્ટ માત્ર અમીરો માટે જ છે.
આપના નેતા ગોપાલ રાય બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જે બે દિવસ સુધી 13000 હજાર આપના કાર્યકર્તા સાથે બેઠક કરીને ચૂંટણી લક્ષી તૈયારી કરશે.