સમગ્ર દેશમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ કોરોના વાયરસે ગુજરાત રાજ્યની સ્થિતિ વધુ ગંભીર બનાવી છે. આ જીવલેણ વાયરસ સતત રાજ્યમાં સ્થિતિને કફોડી બનાવી રહ્યો છે. જણાવી દઇએ કે, ગુજરાતમાં છેલ્લા 8 દિવસથી કોરોના વાયરસનાં 500 થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ યથાવત છે. ત્યારે કેટલાક જિલ્લાઓ છે જયા નવા આંકડાઓ સુત્રો મારફતે સામે આવી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, શનિવારે સાંજે સામે આવેલા કોરોનાનાં કેસો પર નજર નાખીએ તો સુરતમાં પહેલીવાર સૌથી વધુ 103 કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે. વળી જો પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો અહી કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અહી હાલોલનાં અરાદ રોડ, જયંતિ પાર્ક વિસ્તારનાં 34 અને 34 વર્ષીય પુરુષ, સિદ્ધિવિનાયક સોસાયટીનાં 38 વર્ષીય પુરુષ તેમજ અરાદનાં 29 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોનાનાં કેસનો આંક 156 પર પહોંચી ગયો છે.
વળી જો અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો અહી કોરોનાનાં વધુ 6 કેસ સામે આવ્યા છે. મોડાસા તાલુકામાં 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ઉપરાંત, ખટવાલફળી, ઓધારીનગર, અમરદીપ, શિવવિલાસ સોસાયટીમાં પણ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી કોરોનાનાં 193 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 132 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યનાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ આંક 94, ઠીક 49 લોકો અને કુલ 4 લોકોનાં મૃત્યું થયા છે. વળી જામનગરમાં કોરોનાનાં 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમા 2 પુરુષ અને 1 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ 121 નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.