ગુજરાત હાઇકોર્ટ વકીલ એસોસિએશનના પ્રમુખ પદેથી યતીન ઓઝાએ રાજીનામું આપ્યું છે. જેને લઇને વકીલોમાં નારાજગી જોવા મળી છે. વકીલોના આંતરિક વિવાદને કારણે તેમણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. લોકડાઉનના કારણે કોર્ટમાં નિયમિત સુનાવણી બંધ હોવાથી સંખ્યાબંધ જુનિયર વકીલો કપરી પરિસ્થતિમાં મૂકાયા છે અને આ આ સમસ્યાનો ઉકેલ ન આવતા તેઓ રાજીનામું આપ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે સંખ્યાબંધ જુનિયર વકીલોની નિયમિત આવક બંધ થઇ છે અને તેઓ કપરી પરિસ્થિતિમાં મૂકાયા છે. કોર્ટની પ્રત્યક્ષ સુનાવણી ફરી થાય અને કોર્ટ પૂર્વવત્ થાય તે માટે તેમણે 800 વકીલો વચ્ચે મતદાન પણ કરાવ્યુ હતું. જે પૈકીએ 64 ટકા વકીલોએ પ્રત્યક્ષ સુનાવણીની તરફેણમાં મતદાન કર્યું હતું.
હાઇકોર્ટના બહુમતી વકીલોએ પ્રત્યક્ષ સુનાવણીની તરફેણમાં મતદાન કર્યું હોવા છતાં એસોસિએશનના બે પદાધિકારીઓ અને મેનેજિંગ કમિટીના કેટલાંક સભ્યો વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણીની તરફેણ કરી રહ્યા છે અને આવું સ્ટેન્ડ લઇ તેઓ જનાદેશનો ભંગ કરી રહ્યા છે. જેથી તેમને રાજીનામું આપ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.