રાજકોટ જીલ્લામાં સૌથી મોટી અને સદ્ધર કહી શકાય તેવી ગોંડલ APMCના ચેરમેને ખેડૂતો પાસેથી ખરીદી મામલે ગુજરાતનાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સીએમ વિજય રૂપાણીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, CCI દ્વારા માત્ર 900 ખેડૂતોના જ કપાસની ખરીદી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગોંડલ યાડમાં નોંધાયેલા 2000 ખેડૂતો દ્વારા કપાસ વેચાણ માટે નોંધણી કરાવવામાં આવી છે. તે પૈકી 900 ખેડૂતોના કપાસની ખરીદી થઇ છે, જ્યારે 1100 જેટલા ખેડૂતોનાં કપાસ હજુ પણ ખરીદ કરાયા નથી. ચોમાસું પણ શરુ થઇ ગયું છે, ત્યારે કપાસની ખરીદ – વેચાણ પ્રક્રિયાનાં કારણે ખેડૂતોને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે.
સરકારને પત્રમાં તમામ ખેડૂતોના કપાસ ખરીદી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગોંડલ માર્કેટીંગ યાર્ડ કપાસનું સૌરાષ્ટ્ર ગુજરાતનુ પીઠુ ગણવામાં આવે છે અને સૌરાષ્ટ્રભરના તમામ જીલ્લાનાં ખેડૂતો અહી કપાસનાં કામકાજ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….